ખબર

વેવાઈ-વેવાણનો મુદ્દો હજુ પૂરો થયો નથી ત્યારે યુવક-કાકી સાસુને લઈને ભાગી ગયો પછી જે થયું

હાલમાં વેવાઈ-વેવનાને લઈને ભાગી ગયો એ કિસ્સો વાયરલ થઇ રહ્યો છે. આ સમાચારે ફક્ત ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશના મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. વેવાઈ-વેવાણનો આ કિસ્સાએ મિમસ પણ ઘણા વાયરલ થયા હતા. તો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે, વેવાણ અને વેવાણના પ્રેમ પ્રકરણનો 5 દિવસમાં અંત આવી જતા વેવાણ પાછી ફરી હતી.
વેવાણના પરિવારજનોએ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. વેવાણના પિતા તેને લઇ જવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ વચ્ચે સુરતનો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક તેની કાકી સાસુને ભગાડી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

Image Source

મીડિયા રિપોર્ટ અનુસાર, સુરતના કતારગામનો વેવાઈ નવસારીની વેવાણને લઈને ભાગી ગયો હતો. અન્ય એક બનાવમાં હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કતારગામનો 32 વર્ષીય યુવકને તેની 45 વર્ષીય સગી કાકી સાસુ સાથે આંખ મળીજતા તેને ભગાડી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનાની સતાવાર માહિતી સામે આવી હતી નથી કે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.

Image Source

એક માહિતી મુજબ, કતારગામમાં રહેટી કાકી સાસુ સાથે છેલ્લા 4 દિવસથી ભાગી જતા બંનેના પરિવારજનોએ સમાજના ડરથી પોલીસ ફરિયાં નથી નોંધી પરંતુ પરિવારજનો પોતપોતાની રીતે શોધખોળ કરી રહ્યા છે. યુવક કાપડ માર્કેટ સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળે છે.

યુવક અને કાકી સાસુ બંને એક જ સોસાયટીમાં રહેતા હોય અવાર-નવાર રંગરેલિયા મનાવતા હતા. થોડા સમય પહેલા જ પરિવારે બંનેને રંગરેલિયા મનાવતા ઝડપી પાડયા હતા. બાદમાં જમાઈએ બાયેંધરી આપી હતી એ ફરી વાર એવું નહીં થાય. ત્યારે મોકો મળતા જ નાસી છૂટ્યા હતા.

Image Source

કતારગામમાં વધુ એક પ્રેમી પંખીડા ભાગી જવાની ઘટનાના આ કિસ્સાએ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.