3 વર્ષ બાદ વતન પરત ફરેલા દીકરાને જોઈને માતા-પિતાની આંખોમાંથી ધડધડ વહેવા લાગ્યા આંસુઓ, વીડિયો જોઈને તમારી આંખો પણ ભીની થઇ જશે

આપણા દેશમાં ઘણા એવા લોકો છે જેમના સંતાનો ઉચ્ચ અભ્યાસ માટે કે કામ માટે વિદેશમાં રહેતા હોય છે, પરંતુ તેમના માતા પિતા ભારતમાં જ રહેતા હોય છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોના અને લોકડાઉનના કારણે ઘણા લોકો વિદેશમાં જ રોકાઈ ગયા હતા અને આ દરમિયાન તે ભારતમાં રહેતા પોતાના માતા પિતાને મળી નથી શક્યા, ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક દીકરો ત્રણ વર્ષ બાદ વિદેશથી પરત આવતા જ માતા પિતા ભાવુક થયેલા જોવા મળે છે.

આ વીડિયોને ટ્વિટર યુઝર સંજરી હરિયાએ શેર કર્યો છે. તેણે કહ્યું કે તેનો ભાઈ 3 વર્ષ પછી વિદેશથી પાછો આવી રહ્યો છે અને તેના માતા-પિતાને આ વાતની જાણ નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીકરો જેવી તેની માતાની સામે જાય છે, તે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પહેલા તે હસે છે, પછી તેના પુત્રને ગળે લગાવે છે અને ખુશીથી રડવા લાગે છે. પછી પુત્ર તેના પિતાને આશ્ચર્યચકિત કરે છે, પિતા તેને જોઈને પહેલા આશ્ચર્યચકિત થાય છે, તે વિશ્વાસ કરી શકતા નથી. પણ પછી તે દીકરાને ગળે લગાડીને રડવા લાગે છે.

એક યુઝરે લખ્યું કે ઘણી વખત એવું લાગે છે કે વીડિયો કોલ અને ઈન્ટરનેટના કારણે આવી લાગણી રહી નથી. પરંતુ આ વીડિયો જોઈને ખબર પડી કે એવું નથી. લાગણીઓ આજે પણ જીવંત છે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે તેને આ પ્રકારનો પ્રેમ અને લાગણી પસંદ આવી છે, આ એક શુદ્ધ લાગણી છે જેને કોઈ બદલી શકતું નથી.

આ ઉપરાંત એક યુઝરે લખ્યું કે પહેલા આ વીડિયોમાં પિતા કઠોર દેખાતા હતા, પરંતુ પુત્રએ તેને ગળે લગાવતા જ તે રડવા લાગ્યા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ ભાવુક ક્ષણોને જોઈને પોતાની આંખોના આંસુઓને રોકી નથી શકતા, ઘણા લોકો આ વીડિયોને ખુબ જ ઈમોશનલ અને સાચી લાગણી વ્યક્ત કરતો વીડિયો જણાવી રહ્યા છે.

લોકડાઉન દરમિયાન, ઘણા પરિવારો નાખુશ હતા કારણ કે તેમના બાળકો વિદેશમાં ફસાયેલા હતા, ફ્લાઇટ્સ ઓપરેટ થઈ રહી ન હતી. આવી સ્થિતિમાં લોકોને તેમના ઘરે આવવાનો મોકો મળ્યો નથી. લોકો તેમના પરિવારને મળી શક્યા નથી. ઘણા લોકો 2-3 વર્ષ પછી તેમના ઘરે પાછા આવ્યા છે.

Niraj Patel