કળિયુગનો કપાતર દીકરો: મોરબીની વૃદ્ધ માતાને સાવરણીએ મારી રહેલા દીકરાને જોઈને તમારો પણ આત્મા કંપી ઉઠશે, આવા સંતાનો ના હોય તો સારું

કપાતર દીકરાની આ સત્ય ઘટના વાંચીને તમારુ કાળજુ કંપી ઉઠશે, બિચારી માતાને ઢસડીને માર્યો માર

હજુ મધર્સ ડેને ગયે 2 દિવસ જ વીત્યા છે. સોશિયલ મીડિયામાં માતૃપ્રેમની ઢગલાબંધ પોસ્ટ આપણે નિહાળી અને ત્યારે એવું લાગ્યું કે દરેક દીકરો પોતાની માતાને ખુબ જ પ્રેમ કરે છે, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના પણ બની છે જેને જોઈને તમે પણ કહેશો કે આવા સંતાનો ના હોય તો સારું.

મોરબીના એક ગામની અંદર એકલ દીકરો પોતાની માતાને સાવરણીથી છૂટાહાથે માર મારી રહ્યો છે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને લોકો પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાની સાથે મોરબીનાં એસપી સુબોધ ઓડેદરાએ તપાસનાં આદેશ આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો કાંતિપુર ગામનો છે. જ્યાં રેહનાર રંભાબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેમનો મોટો દીકરો મનસુખ પરમારે સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા રંભાબેન નાના દીકરાના ઘરે ગયા હતા. તેથી આ કારણે મોટો દીકરો ગુસ્સે થયો હતો અને મોટા દીકરાએ આવીને તેમને માર માર્યો હતો. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે. આ વીડિયો મોરબીનાં કાંતિપુર ગામનો છે જેની પુષ્ટી ગામનાં સરપંચ ઇશ્વરભાઇએ કરી છે. આ વીડિયો આશરે 20 દિવસ પહેલાનો છે તેવું પણ જાણવા મળ્યું છે.

વીડિયો વાયરલ થતા અને પોલીસના ધ્યાને આવતા મોરબીનાં એસ.પી. સુબોધ ઓડેદરાએ આ અંગે જણાવ્યું હતું કે, “આ બનાવમાં કોઇ ફરિયાદ કરવા ઇચ્છશે તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. આ અંગે તપાસ કરવા માટે તાલુકા પોલીસ કાંતિપૂર ગામે જવા રવાના થઇ છે.”

Niraj Patel