દીકરો મમ્મી માટે ભેટમાં લઇ આવ્યો સોનાની ચેઇન, મમ્મી કામ કરતી હતી ત્યારે જ પાછળથી પહેરાવતા મમ્મીની ખુશીએ ભાવુક કરી દીધા સૌને, જુઓ વીડિયો

દીકરાએ મમ્મીને આપી એક નાની એવી ભેટ, મમ્મીની ખુશી તમારા ચહેરા પર પણ સ્માઈલ લાવી દેશે, જુઓ વીડિયો

દરેક માતા પિતા માટે તેમના સંતાનો સર્વોપરી હોય છે, દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું સંતાન ખુબ જ આગળ વધે, પ્રગતિ કરે અને પરિવારનું નામ રોશન કરે. ત્યારે સંતાનો પણ ઇચ્છતા હોય છે કે તે પોતાના માતા-પિતાને ગૌરવ આપાવે, દુનિયાની દરેક ખુશી તેમના કદમોમાં લાવીને રાખી દે. આવી ઘટનાઓના ઘણા વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થતા હોય છે અને લોકોના દિલ જીતી લેતા હોય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક દીકરાએ તેની માતા માટે જે કર્યું તે જોઈને કોઈપણ વ્યક્તિ ભાવુક થઇ શકે છે. આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એ કોઈને ખબર નથી પરંતુ વીડિયોમાં દેખાઈ રહેલા મા અને દીકરાના પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરવો ખરેખર મુશ્કેલ બની જાય તેમ છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક દીકરો પોતાની માતા માટે સોનાની ચેઇન લઈને આવ્યો છે, તેની મમ્મી નીચે બેસીને કામ કરી રહી છે અને દીકરો પાછળ સોનાની ચેઇન લઈને ઉભો છે, તેની મમ્મી કામ કરતા કરતા જેવું માથું ઉપર તરફ લાવે છે કે દીકરો તેની મમ્મીના ગળામાં પાછળથી સોનાની ચેઇન પહેરાવી દે છે.

આ દરમિયાન મમ્મીના ચહેરા પરની ખુશી દિલ જીતી લેનારી છે. વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, સાથે જે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “મમ્મી માટે એક નાની ભેટ”. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટમાં પણ પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel