PUBG હત્યાકાંડ ! પત્નીને ગુમાવ્યા બાદ ફૌજી પતિએ ધ્રુસકેને ધ્રુસકે રડતા કહ્યુ- મારો દીકરો આખી જીંદગી…

કોઇ પણ પિતા ઇચ્છે કે તેમનું સંતાન હસતા-રમતા જીવન વીતાવે, પરંતુ હું ઇચ્છુ છુ કે મારો દીકરો આખું જીવન જેલની સળિયા પાછળ રહે. કારણ કે કોઇ પોતાની માતાનો જીવ ન લે. આ શબ્દો એ પિતાના છે જેમના દીકરાએ તેની માતાની ગોળી મારી હત્યા કરી દીધી અને હત્યા બાદ તેને લગભગ 10 કલાક સુધી તડપતી રાખી. ફૌજી પિતા આ શબ્દો કહેતા કહેતા રડી પડ્યા હતા. તેમની દુવિધા અને ગુસ્સો તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. મૃતક સાધના સિંહના પતિ નવીન સિંહની માતાએ પૌત્ર વિરૂદ્ધ વહુની હત્યા મામલે કેસ દાખલ કરાવ્યો છે. હત્યારા પુત્રને બાળ સુધાર ગૃહ મોકલવામાં આવ્યો છે.

નવીનસિંહનું કહેવુ છે કે તેમની પોસ્ટિગ બહાર છે આ માટે કેસની પૈરવી અને બધી તારીખો પર તે હાજર રહી શકશે નહિ. એ માટે માતાએ ફરિયાદ કરી છે. નવીન સિંહનું કહેવુ છે કે દીકરાને તેના ગુનાની પૂરી સજા મળે એવા પ્રયાર કરશે. 10 વર્ષની દીકરીએ બધુ જ પોતાની આંખોથી જોયુ છે. તે કોર્ટમાં ચશ્મદીદ ગવાહ તરીકે પેશ થશે. દીકરી મેંટલ ટ્રોમાથી બહાર આવી શકે તે માટે તેને સાથે રાખશે.નવીનસિંહે જણાવ્યું કે તેમનો દીકરો બાળપણથી જ જીદ્દી હતો અને હત્યાના લગભગ દસેક દિવસ પહેલા તેણે 8 હજાર રૂપિયાની ક્રિકેટ કીટ ખરીદવાની પણ જીદ કરી હતી અને આ એ જ માતા દ્વારા આપવામાં આવી હતી, જેની તેણે નિર્દય હત્યા કરી હતી.

તે ઘણીવાર તેની માતાને કહેતો હતો કે પિતા ઘરે આવે છે. હું જે માંગું છું તે મને મળે છે. તો પછી તુ બધું કેમ નથી આપતી. આ પૈસા મારા પિતાની આવકના છે. મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ અને તે બાદ  બુધવારે સાધનાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પરિવારે લખનઉના ગુલાલા ઘાટ પર સાધનાના અંતિમ સંસ્કાર કર્યા હતા. નવીન સિંહે પત્નીને અગ્નિદાહ આપ્યો હતો અને તે પછી પરિવાર બનારસ ગયો હતો. વારાણસીના રહેવાસી નવીન કુમાર સિંહ સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર છે. તેમની પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે.

તેમનું લખનઉના પીજીઆઈ વિસ્તારની યમુનાપુરમ કોલોનીમાં ઘર છે. અહીં તેમની પત્ની સાધના તેમના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. PUBG રમવા ન દેવાના કારણે ગુસ્સે થયેલ પુત્રએ માતાની ગોળી મારી હત્યા નિપજાવી દીધી હતી. ત્રણ દિવસ સુધી તેણે માતાના મૃતદેહને ઘરમાં જ છુપાવીને રાખ્યો હતો. હત્યા બાદ તેણે મિત્ર સાથે પાર્ટી પણ કરી હતી અને બહેનને પણ કોઇને કંઇ ન કહેવા માટે ધમકી આપી હતી.

Shah Jina