આ લાલચમાં દીકરાએ ભાન ભૂલીને જે માં એ રોટલો ખવડાવ્યો એને જ મારી નાખી, કારણ સાંભળીને હચમચી ઉઠશો

જાંબુઘોડામાં સગા દીકરાએ માં ની હત્યા કરી… કારણ જાણીને ઉંડો આઘાત લાગશે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં હત્યા કરવામાં આવે છે તો ઘણીવાર કોઇ વસ્તુની લાલચમાં પણ લોકો પોતાનાને મોતને ઘાટ ઉતારી દેતા હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલ “જર જમીન અને જોરૂ કજીયા ના છોરૂ” આ ઉક્તિને યથાર્થ કરતો કિસ્સો પંચમહાલના જાંબુઘોડામાંથી સામે આવ્યો છે. જેમાં જમીનના ટુકડાની લાલચમાં દીકરાએ પોતાના પુત્રની મદદથી પોતાની જ માતાની હત્યા કરી દીધી.

પોલિસે હાલ તો આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત તપાસીએ તો, પંચમહાલના જાંબુઘોડાના જોટવડ ગામમાં ગંગાબેન રહે છે. તેમના પતિનું ત્રણેક વર્ષ અગાઉ નિધન થયુ હતુ જે બાદ તેઓ પોતાના નાના પુત્ર સંજય સાથે રહેતા હતા. પતિના નિધન બાદ ગંગાબેને બંને દીકરાઓ મોટો રાજેશ અને નાના સંજયને સરખા ભાગે જમીનનો હિસ્સો આપ્યો હતો અને એક ટુકડો પોતાની પાસે રાખ્યો હતો. આ જમીનમાં ગંગાબેનનો નાનો દીકરો સંજય તેઓએ પાસે પરિવાર સાથે રહેતો હોવાથી તે ખેતી કરતો હતો.

ત્યારે આ દરમિયાન ગંગાબેનના મોટા દીકરા રાજેશે જમીનના ભાગ ફરી પાડવાની માંગ કરી અને આ બાબતે ગંગાબેને ઇન્કાર કર્યો. આ ચર્ચા મુદ્દે રાજેશ અને તેનો દીકરો રાહુલ સાંજે ફરી ગંગાબેન પાસે પહોંચ્યા અને ઝગડો કર્યો. ત્યારે આ દરમિયાન જ પિતા પુત્રએ ગંગાબેનને માર માર્યો અને જમીન પર પાડી દઈ ગડદાપાટુનો મૂઢ માર્યો અને સાથે કહ્યુ કે જમીનમાં ભાગ આપી નહી આપે તો તે બધાને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. આ સમયે રાજેશના ભાભી નયનાબેન ઝગડાનો અંત લાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ માર મારી બંને બાપ દીકરો ત્યાંથી નાસી છૂટ્યા.

 

 

ગંગાબેન બેભાન થઈ જતાં તેમને જાંબૂઘોડાના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત વધુ નાજુક જણાતાં તેમને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બાબતે સંજયે જાંબુઘોડા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ બાપ દીકરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

Shah Jina