ખબર

પટેલ પરિવારના અંદરના વ્યક્તિએ જ મિલકત માટે બાપ દીકરાનું કાઢી નાખ્યું કાસળ… હત્યા કરીને રચ્યો એવો પ્લાન કે જાણે કોઈ ફિલ્મની સ્ટોરી હોય

કોઈ ફિલ્મની સ્ટોરી કરતા પણ ખતરનાક ષડયંત્ર: પોલીસ પણ ગોથે ચડી જાણે કોઈ ફિલ્મની સ્ટોરી હોય

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, જેમાં ઘણીવાર પૈસાની લેવળ દેવળમાં તો ઘણીવાર અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલાક લોકો તો એવા શાતીર પણ હોય છે જે હત્યાને અંજામ આપ્યા બાદ તેને અકસ્માતમાં ખપાવી દેવાના બધા જ પ્લાનિંગ પણ કરી લેતા હોય છે. પરંતુ કહેવાય છે ને કે પાપ ક્યારેય છૂપું રહી શકતું નથી. એક દિવસ તો બહાર આવે જ છે.

હાલ એવી જ એક ઘટનાનો પર્દાફાશ કડીમાંથી થયો છે, જ્યાં પિતા-પુત્રના મોતનો ભેદ ઉકેલાયો છે. આ બંનેના મોત શરૂઆતમાં અકસ્માત માનવામાં આવતા હતા, પરંતુ પછી આખી ઘટના પરથી જ્યારે પડદો ઊંચકાયો ત્યારે લોકોના રૂંવાડા ઉભા થઇ ગયા અને ખાસ વાત તો એ હતી કે આ હત્યાઓને અંજામ પરિવારના જ એક સભ્ય દ્વારા આપવામાં આવ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત 24 જાન્યુઆરીના રોજ મૂળ કડી તાલુકામાં આવેલા કલ્યાણપુરા ગામનો વતની અને હાલ કડીની ભગવતી નગર સોસાયટીમાં રહેતો વિજય પટેલ રાબેતા મુજબ સંતરામ શોપિંગ સેન્ટરમાં આવેલી પોતાની ગિફ્ટ એને આર્ટિકલનો શોપ બંધ કરીને બુલેટ પર ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે જ એક પીકઅપ ડાલા દ્વારા વિજયને ટક્કર મારવામા આવી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતું.

ત્યારે આ મામલામાં પોલીસને સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં આ મામલો અકસ્માતનો હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ સીસીટીવી ફૂટેજમાં પીકઅપની હરકત થોડી શંકાજનક લાગતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને પીકઅપ ચલાવી રહેલા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જેના બાદ ડ્રાઈવર સાથે કડક્ડાઇથી પૂછપરછ કરતા પોલીસના પણ રૂંવાડા ઉભા થઇ જાય તેવી ફિલ્મની કહાની જેવી હકીકત સામે આવી હતી.

ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું કે વિજયનો અકસ્માત નહીં પરંતુ તેની પ્રિ પ્લાનિંગ હત્યા કરવામાં આવી હતી. આ સાથે ડ્રાઈવર દ્વારા એવી પણ કબૂલાત કરવામાં આવી કે અઢી વર્ષ પહેલા મૃતક વિજયભાઈના પિતા જાદવજીભાઈ પટેલની પણ આજ રીતે હત્યા કરવામાં આવી હતી. આ માટે એક વ્યક્તિ દ્વારા તેને સોપારી આપવામાં આવી હોવાની પણ કબૂલાત કરી હતી.

આ સોપારી બીજા કોઈએ નહિ પરંતુ તેમના જ ભત્રીજા યોગેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી. યોગેશ પટેલે ધંધામાં ભાગલા પડતા મનદુઃખ રાખીને આ રીતે પિતા પુત્રની હત્યા કરાવી નાખી હતી અને તેના માટે તેણે પ્રિ પ્લાનિંગ કર્યું હતું. જેમાં જાદવજીભાઈની અઢી વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી અને ત્યારે પોલીસ સાથે પરિવારને પણ તેમનું મોત અકસ્માતના કારણે થયું હોવાનું લાગ્યું હતું.

પરંતુ અઢી વર્ષ બાદ જ દીકરા વિજય પટેલનું પણ એજ રીતે અવસાન થતા મામલો થોડો ગંભીર બન્યો હતો અને પોલીસે તપાસ કરીને આખી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. યોગેશે હત્યા કરવામાં રાજદીપસિંહ અને દેવુભા ઝાલા નામના શખ્સની મદદ લીધી અને વિજયની હત્યા માટે રૂપિયા 5 લાખની સોપારી આપી. ત્યારે હાલ  મહેસાણા પોલીસ દ્વારા ભત્રીજા એવા યોગેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.