સલમાનની Ex-ગર્લફ્રેન્ડનો ભયંકર ખુલાસો, વાંચીને રુવાડા ઉભા થઇ જશે
બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલી ખાને તેના અંગત જીવનને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. સોમીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેને અત્યાર સુધી 3 વાર યૌન ઉત્પીડનનો શિકાર થવું પડ્યું છે.
સોમી ઇન્ટરવ્યૂ દરમિયાન પણ ખુબ જ ભાવુક થઇ ગઈ હતી. તેને કહ્યું કે, ઘણીવાર તમે અંદાજો નથી લગાવી શકતા કે તમારી સાથે શું થવાનું છે. તમે ઇચ્છીને પણ તમારા અનુભવ શેર નથી કરી શકતા.
સોમીએ જણાવ્યું કે 14 વર્ષની ઉંમરમાં જ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેને જણાવ્યું કે, “હું 5 વર્ષની હતી ત્યારે જ પાકિસ્તાનમાં પહેલીવાર મારું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 9 વર્ષની ઉંમરમાં મારે બીજીવાર યૌન શોષણનું શિકાર બનવું પડ્યું હતું.” ઇન્ટરવ્યૂ દરમિયાન તે ખુબ જ ભાવુક થઇ ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુઓ પણ નીકળી ગયા હતા.
તેને આગળ જણાવ્યું કે “ઘણા વર્ષોથી મારા દિમાગમાં આ બધી વાતો ચાલતી રહી. મેં ઘણીવાર વિચાર્યું કે આના વિશે મારા નજીકના લોકો સાથે વાત કરું પરંતુ હું ખુબ જ ડરેલી હતી. મને લાગતું હતું કે મારી સાથે ફરીવાર કઈ ખોટું ના થાય.”
સોમીએ આગળ જણાવ્યું કે “હું તે સ્થિતિમાંથી બાહર નહોતી આવી શકતી. મારુ જીવન જાણે રોકાઈ ગયું હોય. જોકે બાદમાં મેં મારી જાતને સાચવી અને પોતાની અંદર જ કોન્ફિડન્સ લઈને આવી.
તમને જણાવી દઈએ કે 90ના દશકમાં સોમી લાઇમલાઇટમાં આવી હતી. તે દરમિયાન સલમાન ખાન અને તેના વચ્ચે અફેર ની ખબરો સામે આવી હતી. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. આ દિવસોમાં સોમી “નો મોર ટીયર્સ” નામના એક એનજીઓ સાથે જોડાયેલી છે.
સોમી અલી જ્યારે 16 વર્ષની હતી ત્યારેથી જ સલમાન ખાનને પસંદ કરતી હતી. અને તેના કારણે જ તે પાકિસ્તાનથી મુંબઈ આવી ગઈ હતી. ત્યારબાદ તેને બોલીવુડમાં પગ મુક્યો અને સલમાન ખાન સાથે રિલેશનશિપમાં આવી ગઈ. બંનેનું રિલેશનશિપ પણ ઘણા વર્ષો સુધી ચાલ્યું. પરંતુ 1999માં તે બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું.
સોમીએ જણાવ્યું કે તે સમયમાં તેને ઘણા સ્ટાર અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. જેમાં સૈફ અલી ખાન, ચંકી પાંડે, મિથુન દા, સુનિલ શેટ્ટી, ઓમપુરી, જીતેન્દ્ર જેવા ઘણા ખ્યાતનમાં કલાકારોના નામ સામેલ છે.