મનોરંજન

આર્યન ખાનના સપોર્ટમાં આવી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ, શાહરૂખ ખાનના દીકરાને જણાવ્યો નિર્દોષ

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ડગ કેસમાં જેલમાં છે. આ વચ્ચે ઘણા સેલેબ્સ શાહરૂખ ખાન અને આર્યન ખાનના સપોર્ટમાં આવ્યા છે. ત્યારે હવે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પણ આર્યન ખાનના સપોર્ટમાં આવી છે. સોમીએ લાંબી પોસ્ટ આર્યન માટે શેર કરી છે. આર્યનની ધરપકડ પર સોમીએ દુખ જતાવ્યુ છે અને લખ્યુ કે, તેને ઘરે જવા દેવો જોઇએ. સોમીએ પોતાના પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે, તેણે પણ ડગ લીધુ છે.

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ આર્યન ખાનનો સપોર્ટ કરતા તેને છોડી દેવાની અપીલ કરી છે અને કહ્યુ કે, ડગ અને વેશ્યાવૃત્તિને અપરાધ માનવાનું બંધ કરી દો. સોમી અલીએ આર્યનને નિર્દોષ ગણાવતા એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યુ છે કે, કોણ બાળક છે જેણે ડગ સાથે પ્રયોગ નથી કર્યો ? આ બાળકને ઘરે જવા દો. વેશ્યાવૃત્તિની જેમ ડગ જેવા નશીલા પદાર્થ પણ કયારેય ખત્મ નહિ થઇ શકે, આ માટે બંનેને અપરાધ માનવાનું બંધ કરી દેવુ જોઇએ. અહીં કોઇ સંત નથી.

સોમી અલીએ જણાવ્યુ કે, જયારે તે 15 વર્ષની હતી ત્યારે તેણે પોતે POT નામનુ એક ડગ લીધુ હતુ. એટલું જ નહિ, એક ફિલ્મ દરમિયાન તેણે દિવ્યા ભારતી સાથે ડગનું સેવન કર્યુ હતુ. સોમીએ આગળ લખ્યુ કે, મેં 15 વર્ષની ઉંમરે pot ટ્રાય કર્યુ હતુ અને ફરી “આંદોલન”ના શુટિંગ દરમિયાન દિવ્યા ભારતી સાથે ફરીથી ટ્રાય કર્યુ હતુુ, મને કોઇ જ પછતાવો નથી.

સોમી અલીનું કહેવુ છે કે, ન્યાયિક પ્રણાલી પોતાની વાત સાબિત કરવા માટે આર્યનનો ઉપયોગ કરી રહી છે કારણ કે તે બાળક કારણ વગર સહન કરી રહ્યો છે. કેવું રહેશે જો આની જગ્યાએ ન્યાયિક વ્યવસ્થા બળાત્કારીઓ અને હત્યારાઓને પકડવા પર ધ્યાન કેંદ્રિત કરશે.

અમેરિકા 1971થી ડગ વિરૂદ્ધ જંગ લડતુ આવ્યુ છે. તેમ છત્તાં પણ તેના માટે ડગ સરળતાથી ઉપલબ્ધ છે જે તેનો ઉપયોગ કરવા ઇચ્છે છે. શાહરૂખ અને ગૌરી સાથે દુઆઓ છે અને તેમના માટે દિલ દુખે છે. આર્યન તે કંઇ પણ ખોટુ નથી કર્યુ, ન્યાય મળશે.

 

View this post on Instagram

 

A post shared by Somy Ali (@realsomyali)