ખેતરમાં મજૂરી કરીને જીવન વિતાવનાર પિતાનો દીકરો બન્યો ISROનો વૈજ્ઞાનિક, ખુબ જ સંઘર્ષ ભરેલી છે કહાની

ઘણું બધું શીખવી જાય છે ખેતમજૂરીથી ISROમાં વૈજ્ઞાનિક બનવા વાળા સોમનાથ માલિની કહાની, છેલ્લે સુધી વાંચજો

દરેક પિતાનું સપનું હોય છે કે તેમના સંતાનો સારું ભણી અને આગળ વધે અને તેમની તેમજ પરિવારનું નામ રોશન કરે. ઘણા સંતાનો પણ એવા હોય છે, જે ખુબ જ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી અને પોતાનું એક આગવું નામ પણ બનાવતા હોય છે. આવી જ એક કહાની છે સોમનાથ માલીની જેના પિતા એક ખેતમજુર હતા પરંતુ દીકરાએ મહેનત કરી અને ISROના વૈજ્ઞાનિક થવા સુધીની સફર પૂર્ણ કરી.

સોમનાથ માલી ઈસરોના વૈજ્ઞાનિકના રૂપમાં પસંદ થવા વાળો મહારાષ્ટ્રનો પહેલો વિદ્યાર્થી છે. દીકરાની આ સફળતા ઉપર તેના માતા પિતાને પણ ખુબ જ ગર્વ છે. સોમનાથ માલિની પસંદગી 2 જૂનના રોજ કેરલાના તિરૂવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રમાં એક સિનિયર વૈજ્ઞાનિકના રૂપમાં થઇ. તે સોલાપુર જિલ્લાના પંઢરપુર તાલુકાના સરકોલી ગામનો રહેવાસી છે.

મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સોમનાથે જણાવ્યું કે તેને મેકેનિકલ એન્જીન્યરીંગ,આ બીટેક પૂર્ણ કર્યું હતું અને હાલમાં દિલ્હી આઈઆઈટીથી મેકેનિકલ ડિઝાઈનર કરી રહ્યો છે. સોમનાથે જણાવ્યું કે વર્ષ 2016માં તેને ઈસરોમાં અરજી કરી હતી. પરંતુ ત્યારે તે ઈસરોની લેખિત પરીક્ષા ક્લિયર નહોતો કરી શક્યો.

સોમનાથે જણાવ્યુ કે વર્ષ 2019માં પોતાના એમટેકની ડિગ્રીના આધાર ઉપર તેને બીજીવાર ઇસરોમાં આવેદન કર્યું. 2 જૂન 2021ના રોજ તેને ઈસરો સિનિયર વૈજ્ઞાનિકના રૂપમાં પસંદ કરવામાં આવ્યો.

સોમનાથ માલીનો જીવન સંઘર્ષ પણ ખુબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. ગામડાની શાળામાંથી ઈસરો સુધી પહોંચવાની સફર પણ આસાન નહોતી. સોમનાથ સમાજના એક પછાત વર્ગથી સંબંધ ધરાવે છે. તેનો અભ્યાસ પૂર્ણ કરવા માટે તેના પરિવારે ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેના માતા પિતા અને ભાઈઓએ બીજાના ખેતરમાં મજૂરી કરીને સોમનાથને ભણાવ્યો.

સોમનાથે પોતાના 7માં ધોરણનો અભ્યાસ કર્યા બાદ જિલ્લા પરિષદ પ્રાઈમરી સ્કૂલમાં અને 10માં ધોરણનો અભ્યાસ પોતાના જ ગામની સેકેન્ડરી સ્કૂલમાં કર્યો. તેના બાદ 11માં ધોરણનો અભ્યાસ તેને પંઢરપુરના કેબીપી કોલજેમાં કર્યો અને ગેટની પરીક્ષામાં તેને 916મી રેન્ક મેળવી જેના બાદ આઈઆઈટી દિલ્હીમાં તેની મેકેનિકલ ડિઝાઈનરના રૂપમાં પસંદગી થઇ.

આઈઆઈટીમાં અભ્યાસ દરમિયાન જ સોમનાથને પ્લેનની ડિઝાઇન કરવાનો મોકો મળ્યો. અને હાલમાં તે 2 જૂનના રોજ ઇસરોમાં સિનિયર વૈજ્ઞાનિકના રૂપમાં પસંદગી પામ્યો. જેની ખુશી તેના પરિવાર અને સમસ્ત ગ્રામજનોને છે.

Niraj Patel