ધાર્મિક-દુનિયા

આ કારણે કિન્નરોની બદદુઆ લેતા ડરે છે લોકો, આખરે ખુલી ગયું રહસ્ય

કિન્નરોને આપણા સમુદાયમાં એક અલગ સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેને લોકો થર્ડ જનરેશન તરીકે ઓળખે છે. આપણે ત્યાં યોજાતા કોઈપણ શુભ પ્રસંગમાં તેમની હાજરી અચૂક જોવા મળે છે. આપણા મોટેરાઓ પણ આપણને તેમને હંમેશા ખુશ રાખવાની સલાહ આપતા હોય છે.

Image Source

કહેવાય છે કે જો કિન્નર તમને સારા આશીર્વાદ આપે તો તમે સુખી સમૃદ્ધ બની જાવ છો પરંતુ જો એ તમને કોઈ શ્રાપ આપે તો ક્યારેય મિથ્યા નથી જતો. આ વાત પણ આપણે સાંભળેલી હશે જ. પરંતુ તેની પાછળના કારણો આપણે કદાચ નહિ જાણતા હોઈએ.

Image Source

આજે અમે તમને કિન્નરો વિશેના એવા કેટલાક કારણો જણાવવા જઈ રહ્યા છે જેને લઈને કિન્નરોને ક્યારેય નિરાશ કરવામાં આવતા નથી.

Image Source

કિન્નર સમુદાયને મંગલામુખી માનવામાં આવે છે. એટલા માટે જ આ લોકો લગ્નપ્રસંગે, બાળકના જન્મ નિમિત્તે અને કેટલાક માંગલિક પ્રસંગોમાં પોતાની હાજરી આપે છે.  મ્ર્ત્યુ તેમજ શોક પ્રસંગે કિન્નરો ઘરે આવતા નથી.

Image Source

એવું માનવામાં આવે છે કે બ્રમ્હાજીના પડછાયાથી કિન્નરોની ઉત્પત્તિ થઇ હતી. જ્યોતિષશાસ્ત્ર એવું મને છે કે વીર્યની વધુ માત્રથી પુત્ર જન્મ થાય છે અને રક્તની અધિક માત્રથી પુત્રી જન્મ થાય છે પરંતુ જો આ બંને સરખા પ્રમાણમાં રહે તો કિન્નરનો જન્મ થાય છે.

Image Source

મહાભારતના અજ્ઞાતવાસ દમિયાન અર્જુને પણ કિન્નરનો વેશ ધારણ કર્યો હતો. તેને ઉત્તરાને નૃત્ય અને ગાયનની શિક્ષા પણ આપી હતી.

Image Source

કિન્નરના આશીર્વાદ કોઈપણ વ્યક્તિના ખરાબ સમયને દૂર કરી શકે છે. એવું પણ માનવામાં આવે છે ભગવાન શ્રી રામના વનવાસ બાદ એમને આ વરદાન પ્રાપ્ત થયું હતું. જો તમે કોઈ કિન્નર પાસેથી એક સિક્કો લઈને પોતાના પર્સમાં રાખી દો તો ક્યારેય તમારા જીવનમાં ધનની ખોટ નથી પડતી. પરંતુ આ સિક્કો તમે આપેલો ના હોવો જોઈએ.

Image Source

કિન્નરો પોતાના આરાધ્ય દેવ અરાવન સાથે વર્ષમાં એક વખત લગ્ન કરે છે, આ લગ્ન માત્ર એક દિવસ સુધી હોય છે લગ્નના બીજા જ દિવસે અરાવન દેવતાનું મૃત્યુ થાય છે અને તેમનું લગ્ન જીવન પણ ત્યાં જ પૂર્ણ થાય છે.

Image Source

ખાસ કિન્નરોની બદદુઆ એટલા માટે નથી લેવામાં આવતી કે તેના જન્મ સમયથી જ તેઓ દુઃખી હોય છે અને તેમનું આખું જીવન દુઃખમાં જ વીતે છે અને શાસ્ત્રો પણ કહે છે કે દુઃખી વ્યક્તિની ક્યારેય બદદુઆ ના લેવી જોઈએ, જેના કારણે કિન્નરોની બદદુઆ લેવામાં નથી આવતી તેમને ખુશ રાખવામાં જ આવે છે.

Image Source

કહેવાય છે કે જો કોઈ કિન્નર તમને શ્રાપ આપી દે છે તો તે વ્યક્તિનો વિનાશ નક્કી હોય છે જેના કારણે ઘરના વડીલો પણ આપણને કિન્નરોને ખુશ રાખવાની અને તેમની બદદુઆ ના લેવા માટેની જ સલાહ આપતા હોય છે.

Image Source

કિન્નરો વિશે જો કોઈ સૌથી ગુપ્ત વાત હોય તો તે છે તેમનું મૃત્યુ. કિન્નરોના મૃત્યુ ઉપર ક્યારેય શોક મનાવવામાં આવતો નથી. તેમજ તેના શબને તે લોકો સિવાય બીજા કોઈને જોવા દેવામાં પણ આવતો નથી. તેની સમશાનયાત્રા પણ રાત્રે જ કાઢવામાં આવે છે. મૃત્યુ બાદ તે શબને લાફા અને ચપ્પલથી મારે પણ છે. તેની પાછળનું કારણ મૃત્યુ પામેલ વ્યક્તિનો બીજો જન્મ પણ કિન્નરના રૂપમાં ના થાય. આ જીવનમાં તેને કિન્નર બની અને માત્ર દુઃખો જ ભોગવ્યા હોય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.