અજબગજબ

સેનાના જવાને 200 ડૉલરમાં મંગાવી દેશની માટી, જેથી બાળક તેના પર રાખે પહેલું ડગલું

દેશની માટીની કિંમત તે સેનાના જવાનથી વધારે કોણ સમજી શકે જે દેશની સુરક્ષા માટે પોતાના જીવનને કુરબાન કરવા માટે તૈયાર રહેતા હોય છે. જ્યારે દેશના લોકો શાંતિની નીંદર કરી રહ્યા હોય છે ત્યારે સેનાના જવાન પોતાના દેશને સલામત રાખવા માટે બોર્ડર પર રક્ષા માટે જાગતા હોય છે. આજે અમે તમને સેનાના એવા જ એક જાબાંઝ જવાન વિશે જણાવીશું, જેણે એક એવું કામ કર્યું છે કે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહિ હોય.

Image Source

પૂરો મામલો અમુક દિસવો પહેલાનોજ છે. આ પુરી ઘટના લોકોને ખુબ ભાવુક કરી રહી છે. વાત કંઈક એવી છે કે અમેરિકી પૈરાટ્ટુપર સેનામાં કાર્યરત જવાન ટૉની ટ્રેકોની ઇચ્છતા હતા કે તેનું બાળક પોતાનું પહેલું પગલું પોતાના દેશની માટી પર મૂકે.

પહેલા તો ટ્રોની ઇચ્છતા હતા કે તેના પહેલા બાળકનો જન્મ દેશની માટી પર જ થાય પણ પત્નીના ગર્ભવતી થયા પછી તેની પોસ્ટિંગ ઇટલીના પ્રાંત પડુંમાં થઇ હતી. તેને અપેક્ષા હતી કે બાળકના જન્મના સમય સુધીમાં તે પોતાના દેશ અમેરિકા જઈ શકશે પણ આવું થઇ ન શક્યું. જેને લીધે તણો ટૉનીએ એવું કામ કર્યું કે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહિ હોય, અને તેને જાણ્યા પછી દરેક કોઈ હેરાનીમાં મુકાઈ ગયા હતા.

Image Source

ફરીથી અમેરિકા ટ્રાન્સફર ન થવાને લીધે ટૉનીએ પોતાના બાળકના જન્મના એક મહિના પહેલા જ 200 ડોલર ખર્ચ કરીને પોતાના પ્રાંત અમેરિકાના ટેક્સાસની માટી મંગાવી લીધી. જેથી જ્યારે તેનું પહેલું બાળક આ દુનિયામાં આવે તો તેનું પહેલું પગલું આ માટી પર જ રાખે.

માટી મંગાવવા માટે ટોનીએ ટેક્સાસમાં રહેતા પોતાના માં-બાપ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે માટી કન્ટેનરમાં ભરીને ઇટલી મોકલી હતી જેના માટે તેને 200 ડૉલર(14,000 રૂપિયા) ખર્ચ કરવા પડ્યા હતા. બાળકના જન્મના સમયે ટૉનીએ હોસ્પિટલમાં બેડ નીચે માટી રાખી દીધી હતી જેથી બાળકનો જન્મ દેશની માટી પર જ થયેલો ગણી શકાય.

Image Source

ટૉનીએ કહ્યું કે,”આગળના વર્ષે જુલાઈ મહિનામાં મારા દીકરા ચાર્લ્સનો જન્મ થયો હતો અને મેં તેના વિશે ટ્વીટ પણ કર્યું હતું. ચાર્લ્સના જન્મ પછી પણ મેં તે માટીને સંભાળીને રાખી અને આગળના દિસવોમાં તેના પગલાંને પહેલી વાર સ્પર્શ કરી અને મારા વતનનો અનુભવ કર્યો હતો, અને તેના માટે જે પણ કિંમત લાગતી હું આપવા માટે તૈયાર હતો’.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ