ખબર

શહીદ કમાન્ડોની બહેનના લગ્નમાં 100 ગરુડ કમાન્ડો સાથીઓ પહોંચ્યા, બજાવી ભાઈની ફરજ

બિહારના હમણાં જ એક લગ્ન યોજાયા હતા, જે ત્યાં હાજર દરેક લોકો માટે યાદગાર બની ગયા હતા. કારણ કે આ લગ્નમાં ઇન્ડિયન એરફોર્સના એલિટ કમાન્ડોઝ ગણાતા ગરુડ કમાન્ડો ફોર્સના જવાનોએ હાજરી આપીને શહીદ કમાન્ડો જ્યોતિપ્રકાશ નિરાલાની બહેનના લગ્નમાં ભાઈની ફરજ નિભાવી હતી.

Image Source

કાશ્મીરના બાંદીપુરામાં શહીદ થયેલા કમાન્ડો જ્યોતિપ્રકાશ નિરાલાની બહેનના લગ્નમાં ગરુડ કમાન્ડોની ટિમ પહોંચી હતી. આ લગ્નમાં એક બહેનને સો ભાઈઓએ મળીને વિદાઈ આપી હતી. ગામની પરંપરા મુજબ, હથેળીઓ જમીન પર રાખીને બહેનને ઘરેથી વિદાઈ કરી. વાયુસેનાના જવાનોએ આ લગ્નમાં શશિકલાને તેના શહીદ ભાઈની કમી મહેસૂસ ન થવા દીધી. આ લગ્નમાં વાયુસેનાના જવાનોએ બધા જ વિધિવિધાનમાં ભાગ લીધો હતો. આ સમયે એવી ક્ષણો સર્જાઈ હતી કે બધા જ ભાવુક થઇ ગયા હતા અને બધાની જ આંખોમાં હર્ષ અને ખુશીના આંસુ જોવા મળ્યા હતા.

Image Source

શહીદ નિરાલાના પિતા તેજ નારાયણ સિંહે ગરુડ કમાન્ડોની આ ટિમ પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે મારા ઘરે પહોંચેલા જવાનો મારા નિરાલા જેવા જ હતા. આ ક્ષણ મારા માટે યાદગાર બની ગઈ. આખા લગ્નમાં ગરુડ કમાન્ડોએ મને દીકરાની કમી મહેસૂસ થવા દીધી નથી. હું આ બધા જ જવાનોનો આભારી છું.

શશિકલાના લગ્ન પાલી રોડ ડેહરીના રહેવાસી ઉમાશંકર યાદવના પુત્ર સુજીત કુમાર સાથે થયા છે. લગ્નના બધા જ આયોજનમાં વાયુસેનાના આ કમાન્ડોએ એ જ રીતે ભાગ લીધો હતો જે રીતે એક ભાઈ પોતાની સગી બહેનના લગ્નની તૈયારીઓ કરે. જણાવી દઈએ કે નિરાલા ચાર બહેનોના એક જ ભાઈ હતા અને તેમના પરિવારનો સહારો હતા.

Image Source

જ્યોતિપ્રકાશ નિરાલાએ બાંદીપુરામાં આતંકીઓ સાથે અથડામણમાં બે આતંકીઓને મારી દીધા હતા. આ દરમ્યાન તેઓએ પોતાના બે ઘાયલ સાથીઓને પણ બચાવ્યા હતા. અને આતંકીઓ સાથે લડતા તેઓ શહીદ થયા હતા. 26 જાન્યુઆરી 2018ના ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિરાલાને મરણોપરાંત અશોકચક્રથી સન્માનિત કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks