ખબર

લોકડાઉનમાં આવેલું એક લાચારીનું દૃશ્ય, જોઈને તમે પણ હચમચી જશો, મજબૂરીમાં એક બળદ વેચી જાતે ખેચીં ગાડી

દેશભરમાં લોકડાઉનની જાહેરાત થતા જ પરપ્રાંતીય મજૂરોમાં ચિંતા વ્યાપી ગઈ, એક તરફ કામકાજ છૂટી ગયું તો બીજી તરફ તેમને રોજી રોટી પણ મળતી બંધ થઇ ગઈ જેના કારણે તે ગમેતેમ કરીને પોતાના વતન જવા માટે નીકળી ગયા છે. ઘણા લોકો ચાલીને, તો ઘણા લોકો ટ્રક પાછળ લટકાઈને પણ પોતાના વતન જવા માંગે છે. સરકાર દ્વારા પણ રેલવે અને બસ દ્વારા આ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે. આ લોકડાઉન દરમિયાન હૃદયને હચમાચાવી નાખનારી તસવીરો અને વિડીયો પણ સામે આવે છે.

આવો જ એક વિડીયો ઈંદૌરમાંથી સામે આવ્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બળદ ગાડાને ખેંચી રહ્યો છે. એકતરફ બળદ છે તો બીજી તરફ તે વ્યક્તિ પોતે ગાડું ખેંચી રહ્યો છે. તો ક્યારેક ગાડામાં બેઠીલી મહિલા પણ ગાડું ખેંચી રહી છે.

Image Source

ઘણા લોકો આ તસવીરને મહારાષ્ટ્રમાંથી રાજસ્થાન તરફ જવા વળી દર્દનાક તસ્વીર ગણાવી રહ્યા છે. આ બળદગાડાને ચલાવનાર વ્યક્તિનું નામ છે રાહુલ, તેનો પરિવાર થોડા સમય પહેલા જ પોતાના વતન પહોંચી ગયો હતો, પરંતુ કેટલાક લોકો અને તેમનું બળદ ગાડું ત્યાં જ હતું જેને લઈને હવે રાહુલ પોતાના વતન જવા માટે નીકળ્યો છે.

તેની સાથે તેના ભાભી, ભાઈ પણ ગાડીમાં બેઠેલા છે, જયારે એક વ્યક્તિ થાકી જાય ત્યારે બીજો વ્યકિત ગાડું ખેંચે છે અને ક્યારેક તેના ભાભી પણ ગાડું ખેંચે છે, આ તસ્વીરે હૃદયને હચમચાવી દીધું. રાહુલ બળદનું લે-વેચનું કામ કરે છે અને લોકડાઉનના કારણે તેને પોતાનો એક બળદ ઓછી કિંમતમાં વેચી દીધો અને જાતે જ એક બળદ સાથે ગાડું ખેંચીને ઘર તરફ જવા નીકળી ગયો. તમે પણ જુઓ વિડીયો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.