ખબર

કિડની વેચીને આ યુવકે ખરીદ્યો હતો iPhone, હવે જીવતો રહેવા માટે કરી રહ્યો છે સંઘર્ષ

હાલમાં જ iPhone 12ની જાહેરાત થઇ અને સોશિયલ મીડિયા ઉપર ઘણા મીમ વાયરલ થવા લાગ્યા હતા. જેમાં લોકો પોતાની કિડની વેચી અને આઈફોન ખરીદવાની વાતો પણ કરતા જોવા મળ્યા હતા. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આમ મઝાક કરવો પણ ક્યારેક હકીકત બની શકે છે? હા, એવું બન્યું છે જેમાં એક યુવકે પોતાની કિડની વેચીને આઈફોન ખરીદ્યો અને હાલ તે જિંદગી જીવવા માટે વલખા મારી રહ્યો છે.

Image Source

પોતાની કિડની વેચીને આઈફોન ખરીદવું 25 વર્ષીય ચીની યુવક વાંગ શાંગુન માટે ભયાવહ વાસ્તવિકતા બની ગયું છે. 2011માં ચીનના અન્હુઈ પ્રાપ્તથી આવવા વાળો 17 વર્ષીય શાંગુને આઇપેડ 2 અને એક આઈફોન ખરીદવા માટે પોતાની કિડની 3,273 ડોલરમાં વેચી દીધી હતી. એ સમયે વાંગ શાંગુન દ્વારા ક્હેવામાં આવ્યું હતું કે: “મને બે કિડની શું કામ જોઈએ? એક જ પૂરતી છે.”

Image Source

કારણ કે તે એપલ ગેજેટ માટે ખુબ જ ઉત્સુક હતો. તેના માટે તેને ઓનલાઇન માર્કેટ રૂમની અંદર એક બ્લેક માર્કેટ ઓર્ગેન પેડલર સાથે વાત કરી. આ ચેટની અંદર પેડલરને તેને જણાવ્યું કે તે પોતાના શરીરનું અંગ વેચીને 3000 ડોલર કમાઈ શકે છે. આ વાતચીતની તરત બાદ 17 વર્ષના વાંગ દ્વારા પોતાની ડાબી કિડનીને વેચવા માટે એક અવૈધ સર્જરી કરાવી લીધી.

Image Source

રિપોર્ટ પ્રમાણે થોડા જ મહિનાની અંદર બાકી રહેલી કિડનીમાં અનહાઇજિનિક ઓપરેશન લોકેશન અને પોસ્ટ-ઓપરેટીવ કેયરની ઉણપના કારણે તેને સંક્ર્મણ થઇ ગયું. તેની હાલત બગડતી ગઈ અને હવે તે કિડનીની ઉણપના કારણે બેભાન પણ થઇ ગયો છે અને તેને નિયમિત ડાયાલીસીસની જરૂર પડે છે.

Image Source

તેની માતાને તે સમયે શંકા ગઈ જયારે તેને એપલના મોંઘા ઉપકરણો સાથે ઘરની અંદર પ્રવેશ કરતા જોયો અને ત્યારબાદ તેને સર્જરી વિશે કબુલ્યું. ત્યારબાદ શરીરના અંગ વ્યાપાર કરવાના આરોપો અંતર્ગત નવ લોકો વિરુદ્ધ આ મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.