વાહ સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા ફરી એકવાર જીત્યા દિલ, વીર જવાનો માટે કરવા જઈ રહ્યા છે આ ઉમદા કામ, જાણીને તમે પણ કરશો સલામ

દરિયા જેવું દિલ રાખનારા ગોવિંદભાઈ ધોળકિયાએ ભારતના 750 જેટલા વીર જવાનો માટે ઝડપ્યું એક ઉમદા બીડું, તેમના આ કાર્યને સલામ કરીએ એટલા ઓછા છે… જુઓ

Solar System at Martyr’s House : એવું કહેવાય છે કે ગુજરાતની  ધરતી એ દાનવીરોની ધરતી છે અને આ ધરતી પર મોટા મોટા દાનવીરો પણ ગયા અને આજે પણ   ગુજરાતમાં એવા ઘણા દાનવીરો છે જે પોતાના સેવાકીય કાર્યો દ્વારા લોકોના દિલ જીતી  લેતાં હોય છે. ત્યારે હાલમાં ત્યારે સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઇ ધોળકિયા પણ એક એવું જ ઉમદા કાર્ય કરવા માટે જઈ રહ્યા છે અને તેમના આ કાર્યને લઈને હાલ તેઓ ખુબ જ ચર્ચામાં પણ આવી ગયા છે.

શહીદોના ઘરે સોલાર સિસ્ટમ :

ગોવિંદભાઇ ધોળકિયાએ આપણા દેશની સેવા કરી રહેલા વીર જવાનો માટે એક ઉમદા કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે. દેશની સરહદ પર રહીને પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વગર કોઈપણ પરિસ્થિતિ કે ઋતુમાં દેશની અડીખમ ઉભા રહીને સેવા કરનારા વીર જવાનો માટે ગોવિંદભાઇ ધોળકિયાએ તેમના ઘર પર સોલાર સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેમના વીજળીના બિલમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ નુકશાન નહિ થાય.

દેશના 250 જવાનોના ઘરે લાગશે આ સિસ્ટમ :

જે અંતર્ગત તેમને ગુજરાતના 125 જવાનો સહીત ભારતના 250થી વધુ વીર શહીદોની યાદી પણ તૈયાર કરી છે. અત્યાર સુધી તેમને 150 જેટલા શહીદોના ઘર પર સોલાર સિસ્ટમ લગાવી પણ દીધી છે. આ યોજની શરૂઆત તમને ગયા વર્ષે એટલે કે 15 ઓગસ્ટ 2022ના રોજથી શરૂ કરી હતી. એક સોલાર સિસ્ટમ લગાવવા પાછળ તેમને 80 હજારથી લઈને 1 લાખ સુધીનો ખર્ચ થાય છે. શહીદોને આગામી 20 વર્ષ સુધી આ યોજનનો લાભ મળી શકશે.

વીર જવાનના પરિવારને થશે બચત :

સોલર પેનલ લાગવાથી વીર જવાનોના પરિવારોને વર્ષે વીજબીલમાં 15થી 20 હજાર સુધીની બચત થશે અને પર્યાવરણને પણ નુકસાન થતું અટકશે. હાલ ગુજરાતમાં ડેટા મુજબ સોલર પેનલ લગાવવાનું કામ પૂરું થયું છે, જે બાદ હવે ગુજરાત બહારના રાજ્યોમાં પણ તેને લગાવવા માટે ટીમ જવા તૈયાર છે.

Niraj Patel