સૌર તોફાનને લઈને વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી, મોબાઈલ નહીં કરે કામ, વીજળી થઈ જશે ગૂલ!

અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એક ભયંકર સૌર વાવાઝોડું ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા કલાકોમાં આ વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકી શકે છે. આ કારણે પાવર ગ્રિડ અટકી શકે છે અને વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. આ સાથે મોબાઈલ સિગ્નલ અને જીપીએસ પણ પ્રભાવિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અવકાશમાંથી આવતી નોર્ધન લાઈટો અમેરિકા અને યુકેમાં પણ જોઈ શકાશે.

આવી હશે અસર! : યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને એક ચેતવણી જારી કરી છે કે જિયોમેગ્નેટિક તોફાનથી પૃથ્વીના ઘણા ભાગોમાં વીજળી પડી શકે છે અને ઘણા સ્થળોએ મજબૂત ચુંબકીય બળ થઈ શકે છે. આ પાવર ગ્રીડને પણ નુકસાન પહોંચાડી શકે છે.

શું ઉપગ્રહોને પણ નુકસાન થશે? : એજન્સીનું કહેવું છે કે 11 ઓક્ટોબરથી તોફાનની અસર દેખાવા લાગી છે અને તેની મહત્તમ અસર 13 ઓક્ટોબરે જોવા મળશે. જોકે તે G2 કેટેગરીનું તોફાન છે, યુએસ સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર (SWPC) અનુસાર, તે અનેક ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

સૌર તોફાન શું છે : ધરતીની ચુંબકીય સપાટી આપણી મેગ્નેટિક ફિલ્ડ દ્વારા બનાવવામાં આવી છે અને તે આપણને સૂર્યમાંથી નીકળતી ખતરનાક કિરણોથી રક્ષણ આપે છે. જ્યારે પણ હાઇ સ્પીડ કિરણ પૃથ્વી તરફ આવે છે ત્યારે તે ચુંબકીય સપાટી સાથે ટકરાય છે. જો આ સૌર ચુંબકીય ફિલ્ડ દક્ષિણાવર્તી છે, તો તે પૃથ્વીની વિરુદ્ધ દિશાવાળી મેગ્નેટિક ફિલ્ડને મળે છે. પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખુલે છે અને સૌર પવનના કણો ધ્રુવો સુધી જાય છે. આને કારણે, પૃથ્વીની સપાટી પર ચુંબકીય તોફાન ઉભું થાય છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં તીવ્ર ઘટાડો થાય છે. તે લગભગ 6 થી 12 કલાક સુધી યથાવત રહે છે. થોડા દિવસો પછી, મેગ્નેટિક ફીલ્ડ જાતે જ ઠીક થવા લાગે છે.

YC