જ્યોતિષ શાસ્ત્ર

2 જુલાઈના રોજ થનાર સૂર્યગ્રહણની થશે આ રાશિઓ પર શુભ અસર, જાણો તમારી રાશિ તો નથી ને?

વર્ષ 2019નું બીજું સૂર્યગ્રહણ 2 જુલાઈના રોજ લાગશે. આ ગ્રહણ રાહુના નક્ષત્ર આદ્રા અને મિથુન રાશિમાં લાગશે. ગ્રહણની શરૂઆત રાતે 1.25 મિનિટ પર થશે અને ખગ્રાસની શરૂઆત રાતે 11.23 મિનિટ પર થશે. જયારે ગ્રહણ રાતે 12.53એ થશે અને ખગ્રાસનો અંત 02.14 એ થશે. સંપૂર્ણ ગ્રહણ 03.21 વાગે ખતમ થઇ જશે. જો કે આ ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે. પરંતુ અમાસનો દિવસ હોવાને કારણે આ દિવસે દાન, જપ-પાઠ અને સ્ત્રોત-પાઠ તથા સ્નાનનું મહત્વ વધી જાય છે. સાથે જ આ ગ્રહણની અસર રાશિઓ પર પડશે. જે જાતકોની કુંડળીમાં ગ્રહણ દોષ છે, તેમના પર આની વિશેષ અસર જોવા મળશે. કેટલીક રાશિઓ પર આ ગ્રહણની શુભ અસર થઇ શકે એમ છે. સૂર્યગ્રહણની અસર રાશિઓ પર 15 દિવસ સુધી રહે છે. તો ચાલો જાણીએ કઈ રાશિઓ પર આ ગ્રહણની અસર શુભ રહેવાની છે –

મેષ રાશિ –સૂર્ય ગ્રહણ મેષ રાશિમાં ત્રીજા સ્થાન પર આવી રહ્યું છે, જેથી કામ પર આ ગ્રહણની સકારાત્મક અસર થઇ શકે છે. પોતાની કારકિર્દીને આગળ વધારવા માટે તમે કેટલાક બુદ્ધિજીવીઓના વિચારોથી પ્રેરિત થઇ શકો છો. સાથે જ પરિવાર સાથે સંબંધો સારા રહેશે. ભૌતિક લાભ અને આનંદ સાથે જ અચાનક ધનલાભ થવાના યોગ પણ છે.

વૃષભ રાશિ –સૂર્ય ગ્રહણ આ રાશિ પર બીજા સ્થાને આવે છે, જેથી સૂર્યગ્રહણનો શુભ પ્રભાવ રહેશે. અને લાભના પ્રસંગો આવી શકે એમ છે. આ સિવાય સરકારી ક્ષેત્રમાં વધુ ફાયદો મળવાની સંભાવના છે. સાથે જ વિરોધ લિંગ પાસેથી સુખ પણ પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન અને અટકેલું કામ પૂરું થશે.

સિંહ રાશિ –સૂર્ય ગ્રહણ સિંહ રાશિના 11માં સ્થાન પર આવી રહ્યું છે. આ સમયે તમારા પ્રતિસ્પર્ધી તમારી પાસેથી કોઈ તક છીનવવાની કોશિશ કરી શકે છે. માટે સાવધાન રહો. લાભની દ્રષ્ટિએ આ રાશિ પર સારી અસરો થશે. અટકેલા કામો પુરા થશે અને શત્રુઓ પર વિજય મળશે. આવકના નવા સાધનો પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ –સૂર્ય ગ્રહણ કન્યા રાશિના 10માં સ્થાન પર આવી રહ્યું છે. આ ગ્રહણ કારકિર્દીને આગળ વધારવા માટે ઘણું સારું છે. તમે તમારી જવાબદારીને સારી રીતે પુરી કરી શકશો, જેથી તમારી પ્રગતિ નિશ્ચિત છે. અચાનક લાભ પણ મળશે અને સાથે જ પરિવારનો સહકાર પણ પ્રાપ્ત થશે.

તુલા રાશિ –ગ્રહણ આ રાશિના નવમા સ્થાન પર આવી રહ્યું છે. બધા જ કાર્યોમાં સફળતા મળશે અને શુભ સમાચાર પણ મળી શકે છે. રોકાણ કરવાથી આર્થિક લાભ મળી શકે છે. સમયસર કામ પૂરું થવાની સંભાવનાઓ છે. નવી નોકરીમાં કે વેપારમાં પ્રગતિ થવાની સંભાવનાઓ પણ રહેલી છે.

વૃશ્ચિક રાશિ –ગ્રહણ આ રાશિના આઠમા સ્થાન પર આવી રહ્યું છે. આ સમયમાં તમે અટકેલું ધન પ્રાપ્ત કરી શકો છો. સાથે જ તમારી આર્થિક પ્રગતિ છે. સારા સમાચાર મળવાની સંભાવના છે. જીવનસાથી સાથે સારો સમય વિતાવવાની શક્યતાઓ પણ બની શકે છે.

મીન રાશિ –સૂર્યગ્રહણ આ રાશિના ચોથા સ્થાન પર આવી રહ્યું છે. સૂર્યગ્રહણનો સૌથી વધુ ફાયદો આ રાશિના જાતકોને મળવાનો છે. આ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખુલશે. વિદ્યાર્થીઓ માટે પણ આ ઉત્તમ સમય છે. અચાનક ધનલાભ થવાના યોગ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks