ખબર

લગ્ને લગ્ને કુંવારો યુવક ! અમદાવાદમાં એક યુવકે એક-બે નહિ પરંતુ પાંચ-પાંચ યુવતિઓ સાથે કર્યા લગ્ન, જયારે ભાંડો ફૂટ્યો ત્યારે…

એક નહીં પણ પાંચ-પાંચ યુવતીઓને ઉલ્લુ બનાવીને કર્યા લગ્ન, રાત્રે રંગરેલિયા માનવીને…જાણો વિગત

ગુજરાતમાંથી ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેેમાં કેટલાક યુવક કે યુુવતિઓ એક-બે નહિ પરંતુ 4-5 લગ્નો કરે છે. યુવક હોય કે યુવતિ તેઓ પોતાના સાથીને વિશ્વાસઘાત કરી આવું કામ કરતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે પાંચ યુવતિઓ સાથે લગ્ન કર્યા છે. આ પાંચમાંથી ચોથી યુવતિએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ બળાત્કારની ફરિયાદ કરે છે અને ફરિયાદ બાદ પોલિસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે સેટેલાઇટમાં પણ એક ફરિયાદ અગાઉ નોંધાઇ હતી.

આરોપીનું નામ પ્રબજોત ઉર્ફે પંકજ પંજાબી છે. તેણે તો લગ્ન કરવાની હદ પાર કરી દીધી છે. તેણે એક બે નહિ પરંતુ પાંચ લગ્ન કર્યા છે અને આ વાતનો ઘટફોસ્ટ તેની ચોથી પત્નીએ કર્યો છે. ફરિયાદી યુુવતિને પરિચય 2016માં ખાનગી કંપનીમાં પ્રબજોત સાથે થયો હતો. યુવતિના પ્રથમ પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતા અને 2018માં પ્રબજોતે કહ્યુ હતુ કે તે કુંવારો છે અને તેણે યુવતિ સાથે પ્રેમસંબંધ રાખ્યો હતો. તેઓએ મંદિરમાં લગ્ન કર્યા હતા અને તેઓ લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા આ દરમિયાન તેમને એક દીકરી પણ થઇ હતી.

તે બાદ મહિલાએ પ્રબજોતને કોર્ટ મેરેજ કરવા કહ્યુ હતુ પરંતુ આરોપી ઘર છોડીને ભાગી ગયો. આરોપીની પહેલાની એક પત્ની તેનો ફોટો લઇ મહિલાના ઘરે પહોંચી હતી અને ત્યારે પ્રબજોતનો ભાંડો ફૂટી ગયો હતો. આ મહિલા પહેલા આરોપીએ ચાર યુવતિ સાથે લગ્ન કર્યા હતા અને પાંચમી યુવતિ સાથે તે લગ્ન કરી લિવ ઇનમાં રહી રહ્યો હતો. ત્યારે સોલા પોલિસે આરોપી વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો છે અને પોલિસે તેની ધરપકડ પણ કરી છે.

મહિલાએ આરોપ લગાવ્યો છે કે, આરોપી પરણિત હતો અને તેમ છત્તાં તે પોતાને કુંવારો કહી રહ્યો હતો અને તેણે ખોપચા કાફે તથા લક્ઝુરિયસ ગાડી પણ વેચી દીધી અને તેના પૈસા તે ચાઉં કરી ગયો. આરોપીએ લગ્નના નામે યુવતિઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. સોલા પોલિસે આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.