ખબર

દિવાળીની રાત્રે જ અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો, સોલા સિવિલમાં ICU થઇ ગયું હતું ભરચક

એક તરફ દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, લોકો બજારમાં ટોળે ટોળા વળીને ખરીદી કરવા ઉમટ્યા તો બીજી તરફ કોરોનાનો પ્રકોપ પણ લોકોએ નજર અંદાજ કર્યો, જેની સીધી જ અસર દિવાળીની રાત્રે જ જોવા મળી.

Image Source

દિવાળીની રાત્રે જ સોલા સીવીલી હોસ્પિટલની અંદર આઈસીયુના બેડ ફૂલ થઇ ગયા હતા. અને સંક્રમિત દર્દીઓ આવતા જ હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. હાલમાં સોલા સિવિલની અંદર આઈસીયુમાં એક પણ બેડ ખાલી નથી તો હોસ્પિટલમાં એકાએક દર્દીઓનો વધારો થવાના કારણે એક આખો નવો ફ્લોર પણ ખોલાવમાં આવ્યો છે.

Image Source

સોલા સિવિલની અંદર ખોલવામાં આવેલા નવા ફ્લોરની અંદર 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં 279 કોરોના દર્દી દાખલ છે. જ્યારે હવે હોસ્પિટલમાં માત્ર 120 બેડ જ  ખાલી રહ્યા છે.

Image Source

તો અસારવા હોસ્પિટલની અંદર તહેવારોની મોસમમાં દર્દીઓનો રાફળો ફાટવા ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અસારવા સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક મિટિંગ પણ બોલાવી હતી.

Image Source

તો  હજુ પણ તહેવારોની મોસમમાં ઘણા લોકો ખુલ્લેઆમ ઘરની બહાર નીકળ્યા હોવાના કારણે આગામી સમયમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તોતીંગો વધારો થવાની સંભાવના સેવવામાં આવી રહી છે.