SG હાઇવે પર એક્ટિવા પર જતા આ દંપતીનું થયું દર્દનાક મૃત્યુ, કારે હડફેટે લીધા અને સીધા બ્રિજ પરથી નીચે પટકાતા

અમદાવાદમાં હાઇવે પર કારે ટક્કર મારતા દ્વારકેશ અને જુલીનું થયું મૃત્યુ, હજુ તો 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને આવું થઇ બેઠું

ગુજરાતમાંથી રોજ ગ્મ્ભી અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવતી હોય રહે છે તેવામાં ઘણીવાર આવા અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે, તો કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે.

ત્યારે હાલમાં વધુ એક અકસ્માતની ખબર સામે આવી છે,  અમદાવાદમાં એસજી હાઈવે મૃત્યુનો રોડ બની ગયો હોય તેવી રીતે છાશવારે જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે. તેવામાં ગત મોડી રાતે એક કાર ચાલકે દંપતીને અડફેડે લેતા તેમના નિધન થયું હતું. જે અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ જે કાર વડે અકસ્માત થયો હતો તે કાર પણ કબ્જે કરી છે. પણ આરોપી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના એસજી હાઈવે પર થયેલા આ અકસ્માતમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અને પુત્રવધુનુ મૃત્યુ થયા છે. મૃતક દ્વારકેશ વાણીયા અને તેમના વાઈફ જુલી ગઈકાલે મોડી રાતે એક્ટિવા પર હાઈવે પરથી પસાર થતા હતા. એક કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેના લીધે તેઓ બ્રિજ પરથી નીચે પટકાતા મૃત્યુ થયા છે. મહત્વનુ છે કે, મૃતક દંપતીના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કપલ અમદાવાદમાં ગઈકાલે એનિવર્સરી ઉજવવા માટે બહાર ગયું હતા અને ત્યારે જ ઘરે રિટર્ન આવતા આ અકસ્માત થયો હતો. ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે, દંપતીને અડફેટે લીધા બાદ 100 મિટરના અંતરે તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ભયંકર અકસ્માત પછી કાર ચાલક કાર મુકી તરત ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

YC