માતા વિના ઘણુ મુશ્કિલ: ‘તેરા મુજસે હે પહેલા કા નાતા કોઇ’ ગીત ગાનાર સોહમનો બીજો વીડિયો થયો વાયરલ, જુઓ આ વીડિયોમાં તેણે માતા વિશે શુ કહ્યુ

છેલ્લા થોડા સમય પહેલા લગભગ એક સપ્તાહ પહેલા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં એક દીકરો તેની માતા માટે વીડિયો કોલ પર ગીત ગાઇ રહ્યો હતો. આ વીડિયો ડોક્ટર દીપશિખા ઘોષે શેર કર્યો હતો, જેમાં દીકરાએ ‘તેરા મુજસે હે પહેલા કા નાતા કોઇ’ ગીત ગાયુ હતુ.

આ વીડિયોને જોઇ લોકો ઘણા ભાવુક થઇ ગયા હતા. વીડિયો વાયરલ થયા બાદ સોહમ ચેટર્જીએ માતા માટે એક બીજો વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પર મશહૂર અભિનેતા અર્જુન કપૂર અને વરૂણ ગ્રોવરે પણ કમેન્ટ કરી છે.

સોહમ ચેટર્જીએ હાલમાં 13 મે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યુ કે, તેમની માતાનું નિધન થઇ ગયુ છે. તે બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક બીજો વીડિયો પોસ્ટ કર્યો અને તેમાં તેમની માતા વિશે લખ્યુ, સંગીત એક એવી વસ્તુ છે જે મને મારી માતા સાથે બાંધીને રાખે છે. આવી રીતે અમે એકબીજા માટે પોતાના પ્રેમ અને સમ્માનનો ઇઝહાર કર્યો. આ ગીત આપણુ છે અને હંમેશા આપણુ રહેશે. હું તમને પ્રેમ કરુ છુ મા. પરંતુ તમારા વગર વાસ્તવમાં બધુ ઘણુ કઠિન છે.

 

View this post on Instagram

 

A post shared by Soham Chatterjee (@sohamsings)

Shah Jina