મનોરંજન

ભાઈની સાથે ફરતી હતી ત્યારે કોઈની કદર નહોતી, હવે કેમ રડી રહી છે જયારે સલમાનના ભાઈએ લગાવ્યો ઐશ્વર્યા ઉપર આરોપ

ભાઈની સાથે ફરતી હતી ત્યારે…સલમાન ખાનના ભાઈ એશ્વર્યા વિશે કહી હતી આ વાત, જાણો

અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની પ્રેમ કહાણીથી આખી દુનિયા આજે પરિચિત છે. પરંતુ આ લોકડાઉનના સમય દરમિયાન સલમાનના ભાઈ સોહેલ ખાનનો એક જૂનો ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે જે ખુબ જ ચર્ચાનો વિષય પણ બન્યો છે. આ વીડિયોમાં સોહેલ ખાન ઐશ્વર્યા ઉપર આરોપો મુકતો નજર આવી રહ્યો છે.

Image Source

એક સમય હતો જયારે સોહેલ ખાનના ભાઈ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. પરંતુ આ સંબંધનો દુઃખદ અંત આવ્યો. સલમાન સાથે બ્રેકઅપ થયા બાદ ઐશ્વર્યાએ તેના ઉપર મારપીટનો આરોપ પણ લગાવ્યો. જેનાથી સોહેલ ખુબ જ નારાજ થયો હતો.

Image Source

સોહેલે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “હવે તે (ઐશ્વર્યા) લોકોની વચ્ચે રડી રહી છે. જયારે તે ભાઈ સાથે ફરતી હતી, અમારા ઘરે આવતી હતી, અમારો પરિવાર તેને પોતાના ઘરનો એક ભાગ માનતા હતા, ત્યારે તેને સંબંધની કદર કરી નહીં. તેને ક્યારેય અમને પોતાના માન્યા જ નથી.”

Image Source

સોહેલે જણાવ્યું કે: “તેને ક્યારેય ભાઈને પોતાના પ્રેમનો અનુભવ નથી કરાવ્યો, તે કારણે જ ભાઈ પોતાના સંબંધને સિક્યોર નહોતો માનતો. તે હંમેશા જાણવા માંગતા હતા કે એશ તેમને કેટલો પ્રેમ કરે છે. પરંતુ તેને ક્યારેય પોતાનો પ્રેમ ના બતાવ્યો.”

Image Source

ઇન્ટરવ્યૂ દરમિયાન સોહેલે એશ અને વિવેક ઓબેરોયના સંબંધો ઉપર પણ કોમેન્ટ કરી. તેને કહ્યું કે : “એશ જયારે વિવેક સાથે સંબંધમાં હતી ત્યારે પણ તે ભાઈની સાથે ફોન ઉપર ટચમાં રહેતી હતી. તેના કારણે જ વિવેક નારાજ થઇ ગયો હતો.”

Image Source

ખબરોનું માનો તો સલમાન એ સમયે ઐશ્વર્યાના પ્રેમમાં પાગલ હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ એ એ સમય હતો જયારે ઐશ્વર્યા પોતાના કેરિયરના પીક ઉપર હતી અને લગ્નના બંધનમાં નહોતી બંધાવવા માંગતી હતી. જો કે, 2 વર્ષ ડેટિંગ પછી બંનેનો સંબંધ ખતમ થઈ ગયો. આજે બચ્ચનના ઘરની વહુ સલમાનને જોવાનું પણ પસંદ નથી કરતી અને ના કયારેય તેના વિશે વાત કરવા માંગે છે.

Image Source

સલમાન સાથે બ્રેકઅપ બાદ ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં ઘણા ગંભીર આરોપો સલમાન ઉપર લગાવ્યા હતા. ઐશ્વર્યાએ કહ્યું હતું: “અમારા બ્રેકઅપ પછી પણ તે મારી સાથે ફોન ઉપર ઉંધી સીધી વાતો કર્યા કરતો હતો. ઐશ્વર્યાએ જણાવ્યું કે સલમાનને શક હતો કે મારુ મારા કો-સ્ટાર સાથે અફેર હતું. મારુ નામ શાહરૂખથી લઈને અભિષેક સુધી દરેક લોકો સાથે જોડવામાં આવ્યું હતું.”

Image Source

ઐશ્વર્યાએ લગાવેલા મારપીટના આરોપો ઉપર સલમાને સફાઈ આપી હતી. મીડ-ડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સલમાને કહ્યું હતું: “મેં ક્યારેય ઐશ્વર્યા સાથે મારપીટ નથી કરી. મને કોઈપણ મારી શકે છે.”

Image Source

સલમાને એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે: “હું ઘણો જ ઈમોશનલ થઇ જાઉં છું, અને ત્યારે હું પોતાની જાતને જ ચોટ પહોંચવું છું.”

Image Source

સલમાને કહ્યું હતું કે: “મેં દીવાલ સાથે માથું ભટકાવીને પોતાને જ ચોટ પહોંચવી છે. હું કોઈ બીજાને ચોટ ના પહોંચવી શકું. મેં ફક્ત સુભાષ ઘાઈ ઉપર હાથ ઉઠાવ્યો હતો. તેમની પાસે પણ બીજા દિવસે માફી માંગી લીધી હતી.”