આટલી ‘સુંદર’ છે સલમાનની સીમા ભાભી, જુઓ 7 તસવીરો: બોલીવુડના ખાન બ્રધર્સ એવા સલમાન-સોહેલ અને અરબાઝની જોડી ભાઈચારાની એક મિસાલ કાયમ કરે છે. બોલીવુડમાં જ્યા એક તરફ સલમાન ખાન આજે એક સુપરસ્ટાર છે જ્યારે સોહેલ કે અરબાઝની કારકિર્દી ફિલ્મોમાં કઈ ખાસ ચાલી ન શકી. અરબાઝ ખાન વિશે તો લોકો જાણતા જ હશે પણ આજે અમે તમને સોહેલ ખાનની લવસ્ટોરી વિશે જણાવીશું.

20-ડિસેમ્બર 1970 ન આ રોજ જન્મેલા સોહેલ ખાન 50 વર્ષના થઇ ચુક્યા છે, જન્મદિવસના આ ખાસ મૌકા પર આજે અમે તેની લવસ્ટોરી વિશે જણાવીશું જે કોઈ ફિલ્મીથી કમ નથી. સોહેલે ખાને ફિલ્મોમાં પણ કામ કર્યું પણ તેને કઈ ખાસ સફળતા ન મળી. સોહેલે ખાને સલમાન સાથે પણ કામ કર્યું જો કે ફિલ્મો સલમાનને લીધે જ હિટ રહી હતી. ભલે સોહેલ એક બેસ્ટ અભિનેતા તરીકે નામના ન મેળવી શક્યા હોય પણ આજે તે એક સફળ બિઝનેસ મેન છે. સોહેલે ખાન ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. આ સિવાય તે રિયાલિટી શોમાં જજની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે.

શર્મિલા અને શાંત સ્વભાવના સોહેલ ખાને 1997 માં નિર્દેશકનું કામ શરૂ કર્યું હતું અને તેની પહેલી ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાં હતી. આ સમયે જ એક પાર્ટીમાં સોહેલની સીમા સચદેવ સાથે મુલાકાત થઇ હતી. સીમા પંજાબી પરિવારમાં જન્મી હતી અને દિલ્લીની રહેનારી હતી. ફેશન ડિઝાઈનરના અભ્યાસ માટે સીમા દિલ્લીથી મુંબઈ આવી હતી અને સોહેલ સાથે પ્રેમ કરી બેઠી.

પહેલી જ મુલાકાતામાં સોહેલે અને સીમા એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ધીમે ધીમે ડેટ પણ કરવા લાગ્યા. બંને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતા હતા પણ સીમાનો પરિવાર લગ્ન માટે રાજી ન હતો કેમ કે સીમા પંજાબી અને સોહેલે મુસ્લિમ પરિવારના હતા.

પરિવારની મંજૂરી ન હોવા છતાં પણ પણ બંનેએ ભાગીને આર્ય સમાજમાં લગ્ન કરી લીધા અને કોઈને કાનોકાન ખબર પણ ન પાડવા દીધી, અને આજ દિવસે ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાં રિલીઝ થઇ હતી. જો કે પછી બંનેએ ધર્મનું માન રાખતા ધર્મના પ્રમાણે લગ્ન કર્યા હતા.

લગ્ન કરીને જ્યારે બંન્ને ઘરે ગયા ત્યારે ખાન પરિવારે બંન્નેને અપનાવી લીધા હતા. આજે સોહેલના બે દીકરાઓ નીરવાન ખાન અને યોહાન ખાન છે. સીમા પણ ધીમે ધીમે ટીવી શો અને ફિલ્મોની લીડીંગ ફેશન ડિઝાઈનર બની ગઈ.

સીમાનું ‘બાંદ્રા 190’ના નામથી એક બુટિક ચાલે છે જેને તે રિતિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાન અને સંજય કપૂરની પત્ની મહીપ કપૂરની સાથે મળીને ચલાવે છે. આ સિવાય સીમાનું મુંબઈમાં બ્યુટી સ્પા અને કલીસ્તા નામથી સૈલુંન પણ છે. ટીવી શો જસ્સી જેસી કોઈ નહીંમા કાસ્ટની કોસ્ટ્યૂમ ડિઝાઇન પણ સીમાએ જ કરી હતી.