સોહા અલી ખાન પટૌડી ખાનદાનથી તાલ્લુક રાખે છે.પોતાની માં શર્મિલા ટૈગોર અને ભાઈ સૈફ અલી ખાનની જેમ સોહાએ પણ એક્ટિંગની દુનિયામાં પોતાની કારકિર્દી બનવવાનો નિર્ણય લીધો હતો, જો કે સોહા ફિલ્મોમાં કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.
બોલીવુડમાં અમુક ફિલ્મો કર્યા પછી સોહાએ ફિલ્મોથી દુરી બનાવી લીધી અને અભિનેતા કુનાલ ખેમુ સાથે લગ્ન કરી લીધા હતા. લગાતાર ફિલ્મોમાં ફ્લોપ રહેવા છતાં પણ આજે સોહા અલી ખાન આલીશાન જીવન જીવી રહી છે.

તાજેતરમાં જ સોહા અલી ખાનના ઘરની તસવીરો સામે આવી છે જ્યાં તે પતિ અને દીકરી સાથે રહે છે. સોહા અલી ખાનનો આ આશીયાનો પટૌડી ખાનદાનના મહેલથી કમ નથી.

સોહાનું આ આલીશાન ઘર મુંબઈના લિકીંગ રોડ સ્થિત સુંદર વિલા એપાર્ટમેન્ટના 9 માં માળ પર આવેલું છે.

સોહાએ પોતાના ઘરને ખુબ જ સુંદર રીતે સજાવ્યું છે.

ઘરની સજાવટમાં દીકરી ઇનાયા પર પણ ખુબ ધ્યાન આપવામાં આવ્યું છે.

સોહાને વાંચવાનો ખુબ જ શોખ છે, માટે તેણે પોતાના ઘરમાં લાઈબ્રેરી પણ બનાવી રાખી છે.

સોહાનું ઘર અંદરથી ખુબ જ રંગીન અને આર્ટિસ્ટિક જોવા મળે છે.

સોહાના ઘરમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.