ખબર

સુવિધાઓના અભાવમાં સંઘર્ષ કરી રહેલી નેશનલ ચેમ્પિયન કેમેરા સામે રડી પડી- જુઓ વિડીયો

સોફ્ટ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ હોવા છતાં ગોલ્ડન ગર્લ મુસ્કાન યાદવ દુઃખી છે. નીચલા મધ્યમવર્ગીય પરિવારની મુસ્કાન અલ્હાબાદ યુનિવર્સિટીમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા ગોવિંદપુરમાં એક ચાર-રસ્તા પર ચા-પાનની દુકાન ચલાવે છે અને તે 6 બાળકોમાં ચોથા નંબરની સંતાન છે. સોફ્ટ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ચીન જવાનું છે એ માટે મુસ્કાન યાદવ આર્થિક સહાયતા માટે પોતાની યુનિવર્સીટીની ઓફિસ પહોચી હતી, પણ તેને કોઈ જ મદદ ન મળતા તે ખૂબ જ દુઃખી થઇ હતી.

Image Source

એમેચ્યોર સોફ્ટ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા વતી ભારતીય ટીમમાં પસંદગીના સભ્યોના નામ સ્ટેટ ફેડરેશનને મોકલવામાં આવ્યા અને દરેક સભ્યના રહેવા, ખાવા, વિઝા વગેરે માટે એક લાખ 20 હજાર રૂપિયા જમા કરવા જણાવ્યું. જ્યારે મુસ્કાનને ફેડરેશન અને સરકાર તરફથી કોઈ મદદ ન મળી, ત્યારે મુસ્કાન તેની યુનિવર્સિટી પાસે મદદ માંગવા ગઈ. પરંતુ યુનિવર્સિટીએ કથિત રૂપથી બજેટનું બહાનું બનાવ્યું.

ત્યારે સંયુક્ત સંઘર્ષ સમિતિ નામની એક સંસ્થાએ મુસ્કાનની વાત સોશિયલ મીડિયા સુધી પહોંચાડી. આ વીડિયોમાં મુસ્કાન જણાવી રહી છે કે કઈ રીતે તે જુનિયર લેવલની ખેલાડી હોવા છતાં સિનિયર લેવલના ખેલાડીઓને માત આપી છે. પરંતુ લોકો નથી ઇચ્છતા કે તે આ કોમ્પિટિશનમાં જાય. તેણે કહ્યું હતું કે તેણે અત્યાર સુધી જેટલી પણ સ્પર્ધામાં ભાગ લીધો છે એ પોતાના પૈસાથી જ ગઈ છે. રડતા રડતા મુસ્કાને જણાવ્યું કે તેની માતાએ પોતાના ઘરેણાં પણ વેચવા પડ્યા. હવે તેની પાસે કોઈ જ ઉપાય ન બચતા તે યુનિવર્સીટી પાસે મદદ માટે આવી હતી.

મુસ્કાનને આર્થિક સહાય અપાવવા માટે વિદ્યાર્થી સંઘ સહિતના તમામ વિદ્યાર્થીઓ આગળ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જો યુનિવર્સિટી વહીવટીતંત્ર મદદ નહીં કરે તો તેઓ ભંડોળ એકત્ર કરશે. બીજા વિદ્યાર્થીઓએ પણ ભંડોળ ભેગું કરવાનું શરૂ કર્યું અને ઘણા લોકો મુસ્કાનને મદદ કરવા આગળ આવ્યા. તેમને સોશિયલ મીડિયા પર ક્રાઉંડ ફંડિંગ માટે પણ અપીલ કરી. પૈસા જમા કરવાની અંતિમ તારીખ 20 સપ્ટેમ્બર હતી. મુસ્કાન માટે પૈસા ભેગા થઇ ગયા છે અને હવે મુસ્કાન ચીન જઈને સોફ્ટ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.Author: GujjuRocks Team
તમે આ લેખ ગુજ્જુરોક્સના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ 👉”GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks