મનોરંજન

‘હોળીની આડમાં તેણે મારા સ્કર્ડમાં હાથ નાખ્યો અને પછી..’ મશહૂર અભિનેત્રીનો હેરાન કરી દેનારો ખુલાસો

‘મારું સ્કર્ટ ઉંચું કરી લીધું, અંદર હાથ નાખ્યો’, હોળી પર અભિનેત્રી સાથે બની એક મોટી દુર્ઘટના- જુઓ શું શું ખુલાસો કર્યો

હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે, હોળીનો ખુમાર પણ પૂરા દેશના માથા પર ચઢીને બોલે છે. બી ટાઉન અને ટીવી જગતના સેલેબ્સ પણ આ તહેવારને ખૂબ સેલિબ્રેટ કરે છે. ત્યારે આ તહેવારમાં એક અભિનેત્રી સાથે એવી ગંદી હરકત થઇ કે તેણે તેનો ખુલાસો કર્યો હતો. બોલિવૂડ અભિનેત્રી સોફિયા હયાત પોતાની બોલ્ડ ઈમેજના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 7માં પણ તે જોવા મળી છે.

સોફિયા હયાત સાથે એકવાર હોળી પર છેડતીની ઘટના બની હતી. કલર લગાવવાની આડમાં એક વ્યક્તિએ તેની સાથે ગંદું કૃત્ય કર્યું હતું. સોફિયા હયાતે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે હોળીની પાર્ટીમાં સામેલ થઈ હતી.ત્યાં તેણે ભાંગ પીધી હતી અને એટલું જ નહિ ઘણા ધૂમધામથી હોળી પણ મનાવી. ત્યાં ઘણા સ્ટાર્સ પણ હાજર હતા. જે બાદ અભિનેત્રી જણાવે છે કે ત્યાં એક વ્યક્તિ આવે છે અને તે તેને ખોટી રીતે અડવાની કોશિશ કરે છે. પહેલા તો સ્કર્ટ પર હાથ રાખી છે અને પછી ફરી આવું જ કરવા લાગે છે.

જે બાદ અભિનેત્રી કહે છે કે મને સારુ ના લાગતા હું તેને ધક્કો મારી દઉ છું અને તે ઘરે ચાલ્યો જાય છે. પછી મારો એક મિત્ર મને મદદ કરે છે. જણાવી દઇએ કે, સોફિયા હયાત ઘણા વિવાદોમાં રહી છે. બોયફ્રેન્ડ સાથેના સંબંધથી લઈને અવાર નવાર બોલ્ડ તસવીરો શેર કરવા સુધી, સોફિયા ઘણી વખત ચર્ચામાં આવી છે. તેનો કોઈપણ ફોટો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહેતી અભિનેત્રી લાંબા સમયથી મનોરંજન ઉદ્યોગથી દૂર છે.

સોફિયા હયાત વર્ષ 2012માં પહેલીવાર ચર્ચામાં આવી હતી. જ્યારે તેણે રોહિત શર્મા સાથેના સંબંધો વિશે ટ્વિટ કર્યું હતું. તેણે પોતાના એક ટ્વિટમાં લખ્યું છે કે રોહિત શર્મા અને તેની મુલાકાત લંડનની એક હોટલમાં થઈ હતી અને આ દરમિયાન બંનેએ સાથે ડાન્સ કર્યો હતો. તે સમયે રોહિત શર્માએ તેને કિસ કરી હતી. પરંતુ જ્યારે રોહિત શર્માએ તેને તેના મિત્રોમાં ફેન તરીકે રજૂ કરી તે બાદ અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને તેની સાથે સંબંધ તોડી નાખ્યો.

રોહિત શર્મા સાથેના બ્રેકઅપ બાદ સોફિયાએ વર્ષ 2017માં પોતાનાથી 10 વર્ષ નાના વ્લાદ સ્ટેનેસકાઉ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ સોફિયાના આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. સોફિયાએ તેના પતિ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે તેના પતિએ તેની સાથે ખોટું બોલીને લગ્ન કર્યા હતા. તે દેવામાં ડૂબેલો હતો. મીડિયાની સામે પોતાનું દર્દ વ્યક્ત કરતાં સોફિયાએ કહ્યું હતું કે તેની કસુવાવડ થઈ હતી અને તેણે દુઃખની ભાવના ગુમાવીને તેના પતિને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)