મનોરંજન

પ્રિયંકાની જેઠાણીએ સોશિયલ મીડિયામાં ફોટો કર્યો શેર, કેપ્સનમાં લખ્યું કંઈક આવું

પ્રિયંકા ચોપરાના જેઠ અને જેઠાણી જો જોનાસ ને સોફી ટર્નરના પેરિસમાં શાહી અંદાજમાં લગ્ન થયા હતા. સોશિયલ મીડિયા પર સોફી ટર્નરે લગ્નની પહેલી તસવીર શેર કરી છે. આ ફોટોમાં જો જોનસ અને સોફી ટર્નર બહુજ સુંદર લાગે છે. આ ફોટાને સોફી ટર્નરે ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે.

 

View this post on Instagram

 

Mr and Mrs Jonas Photo by @corbingurkin

A post shared by Sophie Turner (@sophiet) on


સોફી એ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતા લખ્યું હતું કે, મિસ્ટર એન્ડ મિસિસ જોનસ. લગ્ન વખતે સોફીએ વ્હાઇટ ગાઉન અને જો જોનસે બ્લેક ટક્સીડો પહેર્યું હતું. તો સાથે જ સોફીને ફ્રેન્ચ ડિઝાઈનર નિકોલસે ટેગ કરીને એક ફોટો શેર કર્યો હતો. તેમાં સોફી વ્હાઇટ બ્રાઇડલ આઉટફિટમાં અરીસાની સામે ઊભી છે.

જણાવી દઈએ કે સોફી ટર્નરે  પહેરેલા ગાઉનમાં સિક્વન્સ વર્ક હતું. આ ગાઉન નિકોલ પેસે ડિઝાઇન કર્યું હતું.પ્રિયંકા ચોપરાએ પણ લગ્નમાં વ્હાઇટ ગાઉન જ પહેર્યું હતું. પ્રિયંકાનું વેડિંગ ગાઉન બનતા 1826 કલાક થયા હતા,. અને તેના ગાઉનમાં તેના માતા-પિતા અને તેના પતિનું નામ લખ્યું હતું.

 

View this post on Instagram

 

Absolut beauty @sophiet

A post shared by 🆖 (@nicolasghesquiere) on


પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણી જો જોનસ અને સોફી ટર્નરે શનિવારે ફ્રાન્સના પેરિસમાં બીજીવાર લગ્ન કરી લીધા છે. આ દરમ્યાન આખો જોનસ પરિવારે પેરિસમાં લગ્નની સેરેમની એન્જોય કરતો જોવા મળ્યો. લગ્નના કેટલાક સમય પહેલાથી જ આખો જોનસ પરિવાર પેરિસ પહોંચી ગયો હતો અને લગ્નની કેટલાક વિધિઓ કરી હતી. આ લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો સામેલ થયા હતા. આ લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

More pictures at the wedding #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on


ક્રિશ્ચન વિધિ-વિધાન સાથે થયેલા આ લગ્નમાં બધા જ આધુનિક પરિધાનમાં જોવા મળ્યા ત્યારે દેસી ગર્લ પ્રિયંકા ચોપરા પારંપરિક પરિધાનમાં જોવા મળી હતી. આ લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો સામેલ થયા હતા. લગ્નના કેટલાક સમય પહેલાથી જ આખો જોનસ પરિવાર પેરિસ પહોંચી ગયો હતો અને લગ્નની કેટલાક વિધિઓ કરી હતી.

 

View this post on Instagram

 

After the show #pfw #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks