દુઃખદ: તુનિષા પછી વધુ એક 22 વર્ષની સેલિબ્રિટી ફાંસો ખાઇ લટકી ગઈ, પાઇપ અને દુપટ્ટા સાથે મળી લાશ

હાલમાં જ 20 વર્ષિય એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી બધાન હેરાન કરી દીધા હતા અને આ વચ્ચે હવે વધુ એક હેરાન કરી દેનારી ખબર સામે આવી છે. 22 વર્ષની સોશિયલ મીડિયા સ્ટાર લીના નાગવંશીએ હાલમાં જ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યુ છે. તેણે પોતાના ઘરે જ આ પગલુ ઉઠાવ્યુ હતુ. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ પરિવારના સભ્યોએ લીલાના મૃતદેહને ફાંસીના માંચડેથી નીચે ઉતારી દીધો હતો.

આ ઘટના છત્તીસગઢના રાયગઢની કેલો બિહાર કોલોનીની છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોતાના કબજામાં લીધો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. લીના સોશિયલ મીડિયા સ્ટાર હતી અને ઘણીવાર સમાચારમાં રહેતી હતી.

B.Com ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી લીના નાગવંશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 10,000 ફોલોઅર્સ હતા. ઘટનાસ્થળે પહોંચેલા સબ-ઇન્સ્પેક્ટર અનુસાર, બપોરે એક વાગ્યે તેમને માહિતી મળી હતી કે કેલો વિહાર કોલોનીમાં રહેતી 22 વર્ષની લીનાએ તેના ઘરની છત પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તેણે પોતાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો.

પરંતુ પરિવારજનોએ તેને જીવતી સમજીને નીચે ઉતારી હતી. મૃતદેહના પંચનામા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી યુવતીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને કોઈ સુસાઈડ નોટ મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંગત કારણોસર લીનાએ આત્મહત્યા કરી છે. પરંતુ હજુ સુધી તેમની આત્મહત્યા અંગે કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.લીનાના પરિવારનું કહેવું છે કે તેમની દીકરીનો કોઈની સાથે કોઈ વિવાદ નહોતો. લીના નાગવંશીએ આત્મહત્યાના બે-ત્રણ દિવસ પહેલા ક્રિસમસ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી શેર કરી હતી,

જેમાં તે ખૂબ જ ખુશ દેખાતી હતી. લીના નાગવંશીનું મોત 26 ડિસેમ્બર સોમવારના રોજ થયું હતું. 26 ડિસેમ્બરે લીનાની માતા બજારમાં ગઈ હતી. બપોર પછી જ્યારે તે ઘરે પાછા આવ્યા ત્યારે લીના તેના રૂમમાં ન હતી.માતા ટેરેસ પર ગઈ ત્યારે દરવાજો બંધ હતો. કોઈક રીતે ટેરેસનો દરવાજો ખોલ્યો અને ત્યાં જઇ જોયુ તો લીનાની લાશ મળી આવી. કહેવામાં આવી રહ્યું છે કે લીના નાગવંશીના પિતા ગ્રાહક ફોરમમાં વરિષ્ઠ સહકારી નિરીક્ષક છે. તેનો પરિવાર રાયગઢની કેલો વિહાર કોલોનીમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by (@leena_nagwanshi)

Shah Jina