પતિએ દુકાનમાં ઘુસી ઇન્ફ્લુએન્સર પત્ની પર ચલાવી તાબડતોડ ગોળીઓ, લાખો ફેન્સ આમને ફોલો કરે છે

ધોળે દિવસે ઇન્સ્ટાગ્રામની આ ફેમસ હસ્તી પર ધડાધડ ગોળીઓ ચલાવાઈ, જુઓ કોમેન્ટ સેક્શનમાં તસવીરો

ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અનામિકા બિશ્નોઇની રાજસ્થાનના ફલોદીમાં ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી મારનાર બીજું કોઇ નહિ પણ અનામિકાનો પતિ છે. અનામિકા જ્યારે દુકાનમાં બેઠી હોય છે ત્યારે તેનો પતિ દુકાનમાં પ્રવેશે છે અને પહેલા તો પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અનામિકાએ દુકાન છોડી દેવાનું કહેતા તે ગુસ્સામાં આવી જાય છે અને અનામિકા પર એક નહીં પરંતુ 2-3 ગોળીઓ ચલાવી ત્યાંથી ભાગી જાય છે.

આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ તો પોલીસ ફરાર પતિને શોધી રહી છે. મૃતક મહિલા ઇન્ફ્લુએન્સર હતી, તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાખથી વધારે ફોલોઅર્સ પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના પતિથી અલગ રહેતી હતી. અનામિકાના પતિની ઓળખ મહીરામ બિશ્નોઈ તરીકે થઈ છે.

આ ઘટના રવિવાર (25 ફેબ્રુઆરી)ના રોજ બની હતી જ્યારે મહિલા તેની દુકાનની અંદર બેઠી હતી. મહિલા ફલોદીમાં નારી કલેક્શન સેન્ટરની દુકાન ચલાવતી હતી. પોલિસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હત્યાનો ખુલાસો કરતા જણાવ્યુ કે અનામિકાના લગ્ન મહીરામ બિશ્નોઇ સાથે થયા હતા, જે મેડિકલ સ્ટોર ચલાવે છે. બંનેના 12 અને 10 વર્ષના બે બાળકો પણ છે. છેલ્લા 2 વર્ષથી અનામિકા અને તેના પતિનો કોઇ વાતે વિવાદ ચાલી રહ્યો હતો, જે મામલો કોર્ટમાં છે.

જે દિવસે અનામિકાની હત્યા થઇ તે દિવસે પતિ મળવા આવ્યો હતો પણ બંને વચ્ચે બહેસ થતા ગુસ્સામાં આવી પતિએ અનામિકા પર તાબડતોડ ગોળીઓ ચલાવી અને ફરાર થઇ ગયો. અનામિકા ઘણીવાર સુધી દુકાનની બહાર ન આવતા પાડોશી દુકાનદારે જઇ જોયુ તો તે લોહીથી લથપથ હાલતમાં હતી. એવું સામે આવ્યુ છે કે ઘટના સમયે પતિએ બાળકોને કહ્યુ હતુ કે આજે તમારી મા રહેશે કાં તો હું રહીશ.

Shah Jina