લોકો પૈસા કમાવા માટે દિવસ-રાત પરસેવો પાડીને મહેનત કરતા હોય છે.પણ અમુક લોકો પૈસા કમાવા માટે પોતાની મર્યાદા ઓળંગીને કોઈપણ હદ સુધી પણ ચાલી જાતા હોય છે. એવી જ એક ઘટના સંયુક્ત અરબ અમીરાત(યુએઈ)માંથી સામે આવી છે.

યુઇએની એક મહિલાની લોકોને લૂંટવા પર ત્યાંની પોલીસે ધરપકડ કરી છે.યુએઈની આ મહિલાએ પૈસા કમાવા માટે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક એવો કારનામો કર્યો કે, પછી તેને જેલ જાવું પડ્યું.

મહિલા આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાને અસફળ લગ્નની શિકાર જણાવીને પોતાના બાળકોના ઉછેર માટે લોકોને મદદ માટેની અપીલ કરી હતી અને લોકોને લૂંટવાનું શરૂ કરી દીધું અને તેના દ્વારા મહિલાએ માત્ર 17 જ દિવસોમાં 50 હજાર ડોલર એટલે કે 35 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

દુબઇ પોલીસના આધારે મહિલાએ દરેક મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું જેમ કે ફેસબુક,ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર.આ દરેક પ્લેટફોર્મ દ્વારા મહિલાએ લોકો પાસેથી મદદ માંગીને તેઓને લૂંટવાનું અને પૈસા કમાવાનું શરૂ કરી દીધું હતું,લોકોએ પણ તેની દયનિય સ્થિતિને જોઈને આર્થિક મદદ કરી.
દુબઇ પોલીસના પરાધિક જાંચ વિભાગના નિદેશક બ્રિગેડિયર જમાલ અલ સલેમ અલ જલ્લાફના આધારે મહિલાએ ઓનલાઇન એકાઉન્ટ બનાવ્યા અને પોતાના બાળકોની તસ્વીરોના માધ્યમથી તેના ઉછેર અને ખર્ચા માટે લોકો પાસેથી આર્થિક મદદ માંગી હતી.

જલ્લાફે કહ્યું કે,”મહિલાના આધારે તેના છુંટાછેડા થઇ ગયા છે અને તે પોતાના પતિથી અલગ રહે છે અને પોતાના બાળકોને એકલી જ સંભાળી રહી છે પણ તેના પૂર્વ પતિએ જણાવ્યું કે તેના બાળકો તેની સાથે જ રહી રહ્યા છે”.તેમણે આગળ જણાવ્યું કે,”ઘણા સગા સંબંધીઓ અને મિત્રોના ફોન આવ્યા પછી પતિને એ વાતની જાણ થઇ કે તેના બાળકોની તસ્વીરોનો ઉપીયોગ ભીખ માંગવા માટે થઇ રહ્યો છે”.પતિની ફરિયાદ પછી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

જલ્લાફે કહ્યું કે,”સોશિયલ મીડિયા પર પોતાના બાળકોને બદનામ કરીને આ મહિલા 17 દિવસોમાં 35 લાખ રૂપિયા એકઠા કરવામાં કામિયાબ રહી છે”.

દુબઇ પોલીસનું કહેવું છે કે દુબઈમાં ઓનલાઇન ભીખ માંગવી અપરાધ છે. તેના માટે આરોપીને ત્રણ મહિના કે છ મહિનાની જેલ થઇ શકે છે અને સાથે જ દંડ પણ લગાવી શકાય છે. જલ્લાફે લોકોને રસ્તાઓ પર કે સોશિયલ મીડિયા પર ભિખારીઓ પ્રત્યે સહાનુભૂતિ ન દેખાડવા માટેનો આગ્રહ કર્યો છે.તેમણે કહ્યું કે ભિખારીઓ લોકોની ભાવનાઓનો ફાયદો ઉઠાવીને અને ખોટું બોલિને લોકોને લૂંટી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.