ખબર

સોશિયલ ડિસ્ટેંસીન્ગનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપતા આ 6 ફોટો જોઈને આપણે પણ કંઈક શીખવું જોઈએ

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાયેલો છે અને એક ખાસ વાત એ છે કે અત્યાર સુધી કોરોના વાયરસનો કોઈ ઈલાજ મળ્યો નથી, ત્યારે તેનાથી બચવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે સાવચેતી, પરંતુ આપણે આપણા દેશમાં જોઈએ છીએ તો સાવચેતીના નામ ઉપર લોકો જાગૃત થયેલા જોવા મળતાં નથી. દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ ખરીદવા માટે છૂટ પણ આપવામાં આવી છે. પરંતુ કેટલાક લોકો આ છૂટનો ફાયદો પણ ઉઠાવતા જોવા મળે છે. સરકાર અને પ્રસાશન સ્પષ્ટ જણાવે છે કે ખરીદી કરવા જાવ ત્યારે સોશિયલ ડિસ્ટેંસીન્ગનું,  પણ લોકોમાં હજુ તેના માટે કોઈ જાગૃતતા આવેલી દેખાતી નથી. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા બતાવવાના છીએ જે જોઈને તમે પણ કહેશો જો આ રીતે સોશિયલ ડિસ્ટેંસીન્ગનું  પાલન કરવામાં આવે તો કોરોના વાયરસ જલ્દી જ ભાગી જાય.

આ દૃશ્ય છે મ્યાનમારના કાલાવ શહેરના જ્યાં પણ કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ત્યાંના લોકો લોકડાઉનના નિયમોનું પણ ચુસ્ત પાને પાલન કરી રહ્યા છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રહ્યા છે.

અહીંયા શાકભાજી તેમજ ફળફળાદિ જેવી વસ્તુઓ વેચવા માટે પણ એક જગ્યાથી બીજી જગ્યા વચ્ચે અંતર રાખી રહ્યા છે, જેના કારણે વેચનાર વચ્ચે પણ વાયરસનો ખતરો ના ફેલાય, તેમજ ગ્રાહકો માટે પણ વધુ જગ્યા પોતાની આસપાસ રાખી છે જેના કારણે ગ્રાહક દ્વારા પણ વાયરસથી સંક્રમિત ના થઇ શકાય.

આ બજારોમાં ખરીદી કરવા આવનાર ગ્રાહક પણ સોશિયલ ડિસ્ટેંસિંગ નિયમોનું પાલન કરી રહ્યં છે, બજારની અંદર માણસો વધારે જોવા મળે છે, પણ ભીડ નથી, અને ખાસ વાત એ છે લોકો એકબીજાની નજીક નથી આવી રહ્યા, ઝારા અર્થમાં તે સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરી રહ્યા છે.

મ્યાનમારના આ બજારના દૃશ્યો જોઈને આપણે પણ ઘણું શીખવા જેવું છે, આ પ્રકારે સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરવામાં આવશે તો આપણે કોરોના વાયરસના ખતરાથી બચી શકીશું.

આપણા દેશમાં જ્યાં શાક માર્કેટમાં તોલે તોલા ઉમટે છે અને સોશિયલ ડિસ્ટેંસીન્ગના નામ ઉપર લીરેલીરા ઉડાવે છે તેમના માટે આ તસવીરો શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

મ્યાનમારની અત્યારસુધી 121 કોરોના કેસ સામે આવ્યા છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયા છે અને 9 લોકો સાજા પણ થઇ ગયા છે, મ્યનમાર સરકારે કોરોનાનો ખતરો દેશમાં વધુ ના ફેલાય તે માટે 5 કરતા વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.