વડોદરાની પારુલ હોસ્પિટલનો આ વીડિયોએ કોરોનાના દર્દીઓનું દર્દ ભુલાવી દીધું, સ્ટાફ સાથે ઝૂમવા લાગ્યા, જુઓ તમે પણ

કોરોનાની બીજી લહેર દિવસે દિવસે ખુબ જ ઘાતક બની રહી છે. આ બીજી લહેરમાં હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે. ઘણી હોસ્પિટલોમાંથી એવા એવા દૃશ્ય જોવા મળે છે જેને જોઈને આપણે પણ હચમચી ઉઠીએ. પરંતુ આ દરમિયાન એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમને પણ ઝૂમવા મજબુર કરી દેશે.

વડોદરા પાસે આવેલી પારુલ સેવાશ્રય હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓનું દર્દ દૂર કરવા માટે એક ખાસ થેરેપી કરવામાં આવે છે. જેને હોસ્પિટલ હેપીનેસ થેરીપી કહે છે. જેના દ્વારા દર્દીઓ ખુશ જોવા મળી રહ્યા છે.

આ થેરેપીમાં હોસ્પિટલનો સ્ટાફ PPE કીટ પહેરી અને કોરોના સંક્રમિત દર્દીઓ સાથે ડાન્સ કરતો જોવા મળે છે. જેનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે “સોચના ક્યાં જોભી હોગા દેખા જાયેગા” ગીત ઉપર હોસ્પિટલનો સ્ટાફ અને કોરોના સંક્રમિત દર્દીઓ ઝૂમી રહ્યા છે.

વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે બીમાર દર્દીઓ પણ આ ગીતના તાલે ઝૂમી રહ્યા છે. વૃદ્ધ દર્દીઓ પણ બેડમાં સુતા સુતા આ ગીતના તાલે પોતાના હાથ હલાવી ખુશીઓ મેળવી રહ્યા છે.

હાલ સમગ્ર વિશ્વની અંદર કોરોના મહામારી ફેલાઈ ગઈ છે, જેનાથી લાખો કરોડો લોકો તેની ચપેટમાં આવી ગયા છે. આ સમયે ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મિઓ જ ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ત્યારે પારુલ હોસ્પિટલનો આ વીડિયો એક નવો ઉત્સાહ દર્દીના મનમાં ભરે છે. જુઓ તમે પણ આ વાયરલ વીડિયો.

Niraj Patel