નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં તેમના પરિવાર અને પ્રિયજનોની હાજરીમાં લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર નવવિવાહિત કપલનો એક ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વરરાજા નાગા ચૈતન્ય દુલ્હન શોભિતાના ગળામાં મંગળસૂત્ર પહેરેલો જોવા મળે છે અને તે સમયે શોભિતાની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. પરિવાર અને મિત્રોથી ઘેરાયેલી શોભિતા તેના આંસુ લૂછતી જોઈ શકાય છે.
ક્લિપમાં, અભિનેત્રી સફેદ કાંજીવરમ સિલ્ક સાડી પહેરેલી જોવા મળી હતી, જેમાં સોનાની ઝરી સાથે લાલ બોર્ડર છે. જ્યારે વર નાગા ચૈતન્ય સફેદ રંગના કુર્તા-ધોતીમાં જોવા મળ્યો હતો. નાગા ચૈતન્યના પિતા અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેનીએ સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર નવવિવાહિત કપલની તસવીરો શેર કરી અને સુંદર કેપ્શન આપ્યું. જીવનની નવી શરૂઆત માટે તેમને શુભેચ્છા પાઠવતા, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, “શોભિતા અને નાગાને સાથે મળીને સુંદર શરૂઆત કરતા જોવાનો આ મારા માટે ખાસ અને ખૂબ જ ભાવનાત્મક સમય છે.મારા પ્રિય ચાઈ (નાગા) ને અભિનંદન અને પ્રિય શોભિતાનું પરિવારમાં સ્વાગત છે. તમે અમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ લાવ્યા છો.”
નાગાર્જુને કહ્યું, “આ ખાસ સમય મારા માટે ઘણો અર્થપૂર્ણ છે. કારણ કે તે ANR ગરુની પ્રતિમાના આશીર્વાદ હેઠળ થયું છે જે તેમના શતાબ્દી વર્ષ માટે સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રવાસ જેવું લાગે છે કે તેમનો પ્રેમ અને માર્ગદર્શન અમારી સાથે છે. બધાના આશીર્વાદ અને શુભકામનાઓ માટે હું દરેકનો આભાર માનું છું.” તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નમાં ચિરંજીવી, રામ ચરણ, મહેશ બાબુ, અલ્લુ અર્જુન અને તેનો પરિવાર, પીવી સિંધુ, નયનથારા, રાણા દગ્ગુબાતી સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
View this post on Instagram