ફિલ્મી દુનિયા

ટ્રોલર્સે કહ્યું-કાશ તેની જગ્યાએ તું મૃત્યુ પામી હોત, હવે સોનમ કપૂરે આપ્યો આવો કરારો જવાબ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલિવુડમાં ખુબ ઉથલ પુથલ મચી ગઈ છે. જ્યારે બીજી તરફ સુશાંતના ચાહકો લગાતાર બોલીવુડના ઘણા કલાકારોને ટ્રોલ કરવા લાગ્યા છે. અભિનેત્રી સોનમ કપૂર પણ લગાતાર લોકોના નિશાના પર આવી જ જતી હોય છે. એવામાં હવે સોનમે લોકોને કરારો જવાબ આપ્યો છે.

Image Source

સોનમના ઘણા ટ્વીટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતા જ રહે છે. જેને લીધે તેને ઘણીવાર લોકોની ખરાબ કમેન્ટ્સનો પણ સામનો કરો પડે છે. જ્યારથી સુશાંતે આત્મહત્યા કરી છે ત્યારથી આ સિલસિલો વધી ગયો છે જેને લીધે સોનમે લોકોને મુંહતોડ જવાબ આપવાનું ઉચિત સમજ્યું.

Image Source

સોનમે પોતાના એકાઉન્ટ દ્વારા અમુક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે, જેમાં સોનમને કરવામાં આવેલા મેસેજ પણ છે. મેસેજમાં લોકોએ તેને ખુબ ખરી ખોટી સંભળાવી છે. સોનમે આ સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું કે,”આ અમુક કમેન્ટ્સ છે જે મને સાંભળવા મળી રહી છે. જે પણ મીડિયા અને અન્ય લોકોએ આ વાતને વધારી છે હું તમને બધાને તેના જવાબદાર માનું છું. જે લોકો બીજા સાથે સારું વર્તન કરવાનો સંદેશ આપી રહ્યા છે, તેઓ જ બીજાઓ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે”.

સુશાંતના નિધન પછી સોનમના આગળના ઘણા જુના વિડીયો સામે આવ્યા છે જેમાંનો એક કોફી વિથ કરનનો પણ છે જેમાં સોનમ કપૂર પણ શામિલ થઇ હતી. આ વીડિયોમાં સોનમ કહી રહી છે કે તે સુશાંતને ઓળખતી નથી અને તેણે સુશાંતની એક ફિલ્મ પણ નથી જોઈ.” આ વાત સુશાંતના ચાહકોને બિલકુલ પણ પસંદ આવી ન હતી.

Image Source

તેની પહેલા પણ સોનમે ટ્રોલર્સથી ત્રાસી જઈને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી કમેન્ટ્સ સેક્શનને બંધ કરી દીધું હતું. જો કે માત્ર સોનમ કપૂર જ નહીં પણ એવા ઘણા કલાકરોને વારંવાર નિશાના પર લેવામાં આવતા હોય છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.