બોલિવુડ અભિનેતા ચંકી પાંડેની માતા અને અભિનેત્રી અનન્યા પાંડેની દાદીનું હાલમાં જ શનિવારના રોજ નિધન થઇ ગયુ છે. દાદીના નિધનથી અનન્યા પાંડેને સદમો લાગ્યો છે.

તમને જણાવી દઇએ કે, અનન્યા પાંડેની દાદી 85 વર્ષના હતા. તેમના નિધનની ખબર સામે આવતા જ બોલિવુડ સ્ટાર્સ તેમના ઘરે પહોંચ્યા હતા.

ચંકી પાંડેની માતાના નિધન બાદ તેમની પ્રેયર મીટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રેયર મીટમાં પરિવાર અને નજીકના લોકોએ તેમના ઘરે પહોંચી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
અનન્યા પાંડે તેની દાદીની ઘણી નજીક હતી. એવામાં દાદીના નિધનથી અનન્યા તૂટી ગઇ છે. અભિનેતા ચંકી પાંડે પણ તેમની માતાની ઘણી નજીક હતી. માતાના જવાનું દુખ તેમના ચહેરા પર સ્પષ્ટ રૂપે જોવા મળી રહ્યુ હતુ.

સ્નેહલત્તા પાંડેની પ્રેયર મીટનું આયોજન કોરોના ગાઇડલાઇન્સ અનુસાર કરવામાં આવ્યુ હતુ. આ પ્રેયર મીટમાં બોલિવુડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

જેમાં ઇશાન ખટ્ટર, મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર, ફરાહ ખાન, અમૃતા અરોરા, શનાયા કપૂર, નવ્યા નવેલી નંદા સામેલ હતા.

ચંકી પાંડે તેમની પત્ની ભાવના અને નાની દીકરી રાયસા સાથે પહેલા જ તેમની માતાના ઘરે પહોંચ્યા હતા. અનન્યા પાંડે દાદીના નિધન બાદ અંતિમ દર્શનમાં વ્હાઇટ સૂટમાં જોવા મળી હતી, તે ઘણી ઇમોશનલ પણ લાગી રહી હતી.

સ્નેહલત્તા પાંડેના અંતિમ દર્શનમાં પણ ઘણા બોલિવુડ સ્ટાર્સને સ્પોટ કરવામાં આવ્યા હતા, નીલમ કોઠારી તેના પતિ સમીર સોની, ફિલ્મમેકર સાજિદ ખાન પણ સામેલ થયા હતા.