“કસોટી ઝિંદગી કી”ની આ નાની બાળકી હવે થઇ ગઇ છે ઘણી મોટી અને ખૂબસુરત, જુઓ તસવીરો

જુઓ પહેલાથી કેટલી બદલાઇ ચૂકી છે “કસોટી ઝિંદગી કી” નાની ક્યૂટ બાળકી સ્નેહા બજાજ

ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા ચાઇલ્ડ આર્ટિસ્ટ રહ્યા છે કે જેમણે તેમના દમદાર પરફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધુ હોય. તેમાંથી કેટલાક કયાંક ગાયબ થઇ ગયા તો કેટલાક હંમેશા માટે દર્શકોના દિલમાં વસી ગયા. કેટલાક ચાઇલ્ડ આર્ટિસ્ટે તો એક સમય બાદ ઇન્ડસ્ટ્રી જ છોડી દીધી, તો કેટલાક ઇન્ડસ્ટ્રીમાં રહી તેમની એક અલગ ઓળખ બનાવી રહ્યા છે.

પરંતુ આજે અમે તમને એક એવી ચાઇલ્ડ આર્ટિસ્ટ વિશે જેનું નામ શ્રેયા શર્મા છે. શ્રેયા એકતા કપૂરના પોપ્યુલર ટીવી શો “કસોટી ઝિંદગી કી”માં જોવા મળી હતી. આ શોમાં તેણે પ્રેરણાની દીકરી સ્નેહાનું પાત્ર નિભાવ્યુ હતુ. તેના આ પાત્રને ઘણી પોપ્યુલારિટી હાંસિલ થઇ હતી. પરંતુ હવે આ નાની બાળકી ઘણી મોટી થઇ ગઇ છે અને તે ઘણી ખૂબસુરત પણ થઇ ગઇ છે.

શ્રેયા શર્મા હિમાચલ પ્રદેશના નૂરપુરની રહેેવાસી છે. તેણે વર્ષ 2011માં બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ જીત્યો હતો. શ્રેયાએ માત્ર 6 વર્ષની ઉંમરે તેના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેણે “કસોટી ઝિંદગી કી” “ઝૂઠ બોલે કૌઆ કાટે” “કૈરી ઓન શેખર” “કયા આપ પાંચવી પાસ સે તેજ હે ?” અને “ગુમરાહ” ઉપરાંત ઘણા ટીવી શોમાં કામ કર્યુ છે.

શ્રેયાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં તેના અભિનયનો જલવો વિખેરી ચૂકી છે. શ્રેયા શર્મા હવે 24 વર્ષની થઇ ગઇ છે. શ્રેયા વકીલ પણ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરો તો તે પોતાને વકીલ જણાવે છે. શ્રેયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઇંગ પણ સારી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shriya Sharma (@shriyasharma9)

Shah Jina