સાપ ગળી ગયો કપડાનો રૂમાલ, પછી ડોકટરે બહાર કાઢવા માટે કર્યો એવો જુગાડ કે વીડિયો તમને પણ હચમચાવી દેશે, જુઓ

માણસો હંમેશા પ્રદુષણ ફેલાવતા હોય છે અને તેનો ભોગ પ્રાણીઓ બનતા હોય છે, આપણા દ્વારા રસ્તા ઉપર ફેંકેલો કચરો ઘણા પ્રાણીઓ પણ ખાઈ જતા હોય છે, કારણે કે તેમને શું ખાવું અને શું ના ખાવું તેની સમજ નથી હોતી, પરંતુ એક માણસ તરીકે આપણે તો સમજીએ છીએ કે આપણે શું ફેંકવું અને શું ના ફેંકવું ? ઘણીવાર પ્લાસ્ટિક જેવી વસ્તુઓ ખાવાના કારણે પ્રાણીઓના મોત પણ થતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સાપ કપડાનો રૂમાલ ગળી જતો જોઈ શકાય છે.

આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. જોકે મામલો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલા ડોકટરો દ્વારા એક વિશાળ સાપનું મોં ખોલવામાં આવ્યું છે. તેણી તેના મોંમાંથી કંઈક કાઢી રહી છે. જો કે મધ્યમાં તેણી જેમાંથી તેને ખેંચી રહી છે, તે પણ તૂટી જાય છે પરંતુ તે હાર માનતી નથી. પોતાનું કામ કરતી રહે છે.

જ્યારે તે ટુવાલ કાઢવાનું શરૂ કરે છે, ત્યારે તે પણ ટુવાલ કેટલો લાંબો છે તે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તે ખેંચતી જાય છે અને ટુવાલ બહાર આવે છે. સાપ બેભાન છે અને તે તેના મોંમાંથી ટુવાલ કાઢતો રહે છે. તમને જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને એક કરોડ ચાલીસ લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ ઉપરાંત ઘણા લોકો વીડિયો ઉપર કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શું આ મહિલાઓ સાપ માટે ખુશ થઈ રહી છે કે ટુવાલ માટે. ઘણા લોકો જંગલમાં ફરવા માટે જતા હોય છે ત્યારે પણ તે પાણીની ખાલી બોટલ કે વેફર તેમજ ખાણીપીણીના અન્ય પ્લાસ્ટિક જ્યાં ત્યાં નાખી દેતા હોય છે, જે વન્ય પ્રાણીઓ માટે પણ જીવન જોખમ સમાન બની શકે છે.

Niraj Patel