આ ભાઈએ જમવાનું મંગાવ્યું અને પાર્સલમાં એવું નીકળ્યું કે ઉબકા આવી જશે…ઓનલાઇન ફૂડ મંગાવતા પહેલા સાવધાન !

પાર્સલમાંથી વંદો, ઉંદર નહિ પણ તેનાથી પણ મોટી આ ખતરનાક જાનવર નીકળ્યું, જોતા જ બધા ચીસો પાડવા લાગ્યા

આજે ઘણા લોકો જમવાનું ઓનલાઇન મંગવાતા હોય છે, અને ઘણીવાર જમવાના પાર્સલમાં વાળ કે કોઈ જીવાત આવવાની ઘટનાઓ બનતી હોય છે. ઘણીવાર આવી ઘટનાઓના વીડિયો પણ સામે આવે છે ત્યારે ઘણી નામી હોટલ દ્વારા પણ હાઇજીનનું ધ્યાન ના રાખવામાં આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેને ચકચારી મચાવી દીધી છે.

આ ઘટના સામે આવી છે કેરળના તિરુવનંતપુરમમાંથી. જ્યાં હોટલમાંથી મંગાવેલા ફૂડમાં સાપની કાંચળી મળી આવતાં અહીં હોબાળો મચી ગયો હતો. આ પછી હોટલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 5 મેની છે. મળતી માહિતી મુજબ, તિરુવનંતપુરમના નેદુમાનગઢ સ્થિત એક પરિવારે શાલીમાર હોટલમાંથી ખાવાનું મંગાવ્યું હતું.

જ્યારે ખોરાક તેમની પાસે પહોંચ્યો, ત્યારે તે ખોરાકને ન્યુઝ પેપરથી પેક કરવામાં આવ્યો હતો. જ્યારે તેનું પેકિંગ ખોલવામાં આવ્યું ત્યારે તેમાં સાપની કાંચળી મળી આવી હતી. આ પછી, પરિવાર દ્વારા સમગ્ર મામલાની ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ હોટલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ હોટલ મેનેજમેન્ટને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી હોટલની સંપૂર્ણ સફાઈ નહીં થાય ત્યાં સુધી હોટલ ખોલવામાં નહીં આવે.

પરિવારની ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ઓફિસરે હોટલનું નિરીક્ષણ કર્યું હતું. ઓફિસર અર્શિતા બશીરે જણાવ્યું હતું કે હોટલની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે હોટલમાં જરૂરી દસ્તાવેજો હતા, પરંતુ સ્ટાફ ખૂબ જ ખરાબ સ્થિતિમાં કામ કરી રહ્યો હતો. રસોડામાં પૂરતી લાઇટિંગ ન હતી. ત્યાં કચરો પણ ફેંકવામાં આવ્યો હતો.

આ પછી હોટલ મેનેજમેન્ટને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ સિવાય બાકીનો ખોરાક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવો જ એક કિસ્સો હૈદરાબાદથી પણ સામે આવ્યો હતો, જ્યારે ઓર્ડરથી મંગાવેલી મીઠાઈમાં કીડાની ફરિયાદ સામે આવી હતી.

Niraj Patel