ખુરશી ઉપર બેસતા પહેલા 100 વાર વિચાર કરજો, તમારી સાથે પણ બની શકે છે મોટી દુર્ઘટના, જુઓ કેવી જગ્યાએ છુપાઈને બેઠો હતો સાપ

સોશિયલ મીડિયામાં ઘણા એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. ત્યારે હવે ચોમાસાનો માહોલ શરૂ થયો છે અને આવા સમયે ઝેરી જનાવર ઘરમાં ઘુસી જવાની ઘણી ઘટનાઓ પણ સામે આવવા લાગશે, ત્યારે હાલમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

ઘણી વખત સાપ બાથરૂમમાં છુપાઈને બેસી જાય છે અને જ્યારે લોકો તેને જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. સાપને જોતા જ વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય છે. પોતાનો જીવ બચાવવા માટે તેઓ સાપથી દૂર ભાગે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાપ એવી જગ્યાએ જઈને બેઠો હતો જેની કોઈને અપેક્ષા પણ ન હોય.

જો તમે પણ પ્લાસ્ટીકની ખુરશી પર બેસો છો તો ચોક્કસ આજુબાજુ એક નજર નાખજો, કારણ કે ઘણી વખત સાપ ખુરશીમાં પણ એવી જગ્યાએ જઈને છુપાયો હોય છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. સામે પડેલી ખુરશીના પાછળના પગમાં બે કાણાં દેખાય છે. તેમાંથી એકની અંદર એક સાપ હાજર છે, જે કોઈને દેખાતો નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

એક વ્યક્તિએ ખુરશીના પગના કાણાની અંદર પોતાનો મોબાઈલથી ફેલશ લાઈટ કરી ત્યારે તેમાં એક સાપ ટૂંટિયું વાળીને બેઠેલો જોવા મળ્યો. સાપને જોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. પહેલા તો એવું લાગતું હતું કે વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ શું બતાવવા માંગે છે, પરંતુ સાપ સામે આવતા જ લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel