ઝેરીલા સાપે બચાવ્યો ઉંદર અને દેડકાનો જીવ, આજ પહેલા આવો નજારો ક્યારેય નહિ જોયો હોય, જુઓ હેરાન કરી દેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણી બધી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે. દરરોજ કોઈને કોઈ નવા વીડિયો છવાઈ જાય છે. ઘણી વખત એવા પણ વીડિયો આપણી સામે આવે છે જેને જોઈને જોનારના હોશ ઉડી જાય. ખતરનાક અને ઝેરી સાપના વીડિયો જોવાનું પણ લોકો ખુબ જ પસંદ કરે છે. ઘણા વીડિયોમાં ઝેરી સાપ ઉંદર, દેડકા અને અન્ય પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા જોવા મળે છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક આશ્ચર્યજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાપ દેડકા અને ઉંદરોનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ઉંદરો અને દેડકા સાપની પીઠ પર બેસીને સાપની સવારી કરતા જોઈ શકાય છે, જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે ઉંદર અને એક દેડકા ઝેરી સાપનો બોટ તરીકે ઉપયોગ કરતા જોવા મળે છે.

વાયરલ વીડિયો અનુસાર એક વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક સાપ, એક દેડકો અને બે ઉંદર એક પાત્રમાં ફસાઈ જાય છે. જો સાપ ઇચ્છતો હોત તો તે દેડકા અને ઉંદરોને થોડી જ સેકન્ડોમાં પોતાનો શિકાર બનાવી શકતો હતો. પણ ના, સાપે આવું ન કર્યું, પરંતુ સાપે ડબ્બામાં ભરેલા પાણીમાંથી દેડકા અને ઉંદરનો જીવ બચાવ્યો. પાણીમાં ડૂબીને મરી જવાના ડરથી દેડકા અને ઉંદરો પણ ઉતાવળે સાપની પીઠ પર ચઢીને બેસી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by UNILAD (@unilad)

આશ્ચર્યની વાત એ છે કે સાપ પણ ઉંદરો અને દેડકાઓને પોતાની પીઠ પર વધારે શાંતિ સાથે બેસાડે છે અને તેમને પોતાનો શિકાર બનાવતો નથી. સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામના યુનિલાડ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આટલું જ નહીં, યુઝર્સ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel