સાપે એક ઘોને પકડી લીધી, પછી તેની સાથી ઘોએ કર્યું એવું કે જોઈને કહેશો, આજ સાચું સાથી છે, જુઓ વીડિયો

દીવાલ ઉપર બે ઘો કરી રહી હતી મસ્તી, અચાનક આવી ગયો ઝેરીલો સાપ, એક ઘોનું પકડ્યું મોઢું અને પછી બીજી ઘોએ જે કર્યું તે જોઈને હોશ ઉડી જશે

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર પ્રાણીઓના એવા એવા કરતબ જોવા મળે છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, ઘણા વીડિયોની અંદર પ્રાણીઓ એક બીજા સાથે લડતા ઝઘડતા પણ જોવા મળે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ઘો અને સાપની લડાઈ જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે એક ઝેરીલા સાપે એક ઘો ઉપર હુમલો કરી દીધો છે, પરંતુ આ દરમિયાન આ ઘોની એક સાથી બાજુમાંથી આવે છે અને સાપની એવી હાલત કરે છે કે તે પણ યાદ રાખશે.

વીડિયોની અંદર 2 ઘો જોવા મળી રહી છે, સાપે ખુબ જ સરળ શિકાર સમજી અને ઘોને પકડી લીધી. તે ઘોને ગળાથી પકડીને શરીર સાથે લપેટી લે છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે સાપ આ દરમિયાન બીજી ઘોનો પણ શિકાર કરવાની ફિરાકમાં છે. પરંતુ બીજી ઘો સાપ ઉપર જ હુમલો કરી દે છે. બીજી ઘો સીધું જ સાપનું ગળું પકડે છે.

 

View this post on Instagram

 

A post shared by Royal Pythons (@royal_pythons_)

અચાનક થયેલા આ હુમલાના કારણે સાપ પણ હેરાન રહી જાય છે. સાપ અને ઘો વચ્ચેની આ લડાઈ એક દીવાલ ઉપર થતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં સાપ અને ઘોની આ લડાઈનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને પોતાની સાથી ઘોને બચાવવા માટે આવેલી ઘોની દિલદારીની પણ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel