મહિલાના મોઢામાંથી પેટમાં ઘુસી ગયો 4 ફૂટ લાંબો સાપ, બહાર કાઢતા કાઢતા ડોકટરોને પણ આવી ગયો પરસેવો.. વીડિયો જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

ઘસઘસાટ સુઈ રહેલી મહિલાના મોઢામાંથી પેટમાં ઘુસી ગયો 4 ફૂટ લાંબો અને ખતરનાક સાપ, પછી ડોક્ટરોએ આ રીતે કરી સર્જરી, જુઓ વીડિયો

સાપ એક ખુબ જ ઝેરી પ્રાણી છે અને તેના ડંખ મારવાથી માણસ મોતને પણ ભેટી શકે છે. જેના કારણે સાપને જોતા જ લોકો ડરી જાય છે અને તેનાથી દૂર ભાગવાનું જ પસંદ કરતા હોય છે. સાપના ઘણા બધા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા હોય છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેણે સૌ કોઈના રૂંવાડા ઉભા કરી દીધા હોય છે, જેમાં ડોક્ટરોએ ખુબ જ મહેનત બાદ એક મહિલાના પેટમાંથી 4 ફૂટ લાંબો સાપ બહાર કાઢ્યો.

આ ચોંકાવનારા વીડિયોમાં ડોક્ટરોની ટીમ સર્જરી દ્વારા મહિલાના મોઢામાંથી નાનો નહીં પણ ખતરનાક અને લગભગ 4 ફૂટ લાંબો સાપ કાઢતી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાપ મહિલાના મોંમાં ત્યારે ઘુસી ગયો જ્યારે તે ગાઢ નિંદ્રામાં હતી. જો કે આ વીડિયો જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો રશિયાના દાગેસ્તાનનો હોવાનું જાણવા મળી રહ્યુ છે. વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે ઓપરેશન થિયેટરમાં એક મહિલા બેભાન પડી છે, જેની આસપાસ ડોક્ટરોની ટીમ હાજર છે. ડૉક્ટરો ઓપરેશન દ્વારા મહિલાના મોંમાંથી સાપને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન મહિલા ડૉક્ટર મહિલાના મોંમાં સર્જીકલ સાધન નાખીને 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલાના મોંમાંથી સાપ નીકળતાની સાથે જ ડોક્ટર પર હુમલો કરી દે છે. જો કે, ડૉક્ટર કાળજી પૂર્વક પીછેહઠ કરે છે અને સાપના હુમલામાં બચી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફેસિનેટિંગ ફેક્ટ્સ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. 11 સેકન્ડના આ રૂંવાડા ઉભા કરી દેનારા વીડિયોમાં ડોક્ટરો બેભાન મહિલાના મોંમાંથી સાપને બહાર કાઢતા જોવા મળે છે.

Niraj Patel