ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર અચાનક આવી ગયો અજગર, પછી વાહન ચાલકોએ કર્યું એવું કામ કે… જુઓ વાયરલ વીડિયો

ઘણીવાર આપણે રસ્તા જતા હોઈએ છીએ અને કોઈ સાપ કે કોઈ પ્રાણી આવી ચઢે છે, ત્યારે આપણે પણ ડરી જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયામાં પણ આવા પ્રાણીઓ રસ્તા ઉપર આવી ચઢવાના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક અજગરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે રસ્તા ઉપર આવી ચઢ્યો છે.

આ વાયરલ વીડિયો સામે આવ્યો છે કોચીના સિપોર્ટ-એરપોર્ટ રોડ ઉપરથી, જ્યાં એક વિશાળ અજગર  નજર આવ્યો, જે રસ્તો પસાર કરી રહ્યો હતો. આ જોઈને રસ્તા ઉપર કેટલાક વાહન ચાલકો થોભી ગયા અને તેમને પોતાના જ વાહનો  નહિ પરંતુ અન્ય વાહનોને પણ રસ્તો પાર ના કરવાનું જણાવીને થોભાવી દીધા હતા. કારણ કે અજગર સરળતાથી રસ્તો પાર કરી શકે.

આ વીડિયો 1.47 મિનિટનો છે. જેમાં તમે જોઈ શકો છો કે વિશાળ અજગર રોડ પાર કરી રહ્યો છે. જયારે તેની બંને તરફ ટ્રાફિક રોકાયેલો છે. કેટલાક રાહદારીઓ એ વાતનું ધ્યાન રાખીને ઉભા છે કે અજગર સુરક્ષિત રીતે રોડ પાર કરી શકે. છેલ્લે જયારે અજગર સુરક્ષિત રીતે રોડ પર કરી લે છે તેના બાદ ટ્રાફિક ફરી ચાલવા લાગે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે રોડની બંને તરફ ટ્રાફિક ઉભો છે ત્યારે એક વ્યક્તિ સ્વિગીનું યુનિફોર્મ પહેરી અને સ્કૂટર લઇ થોડી સેકન્ડ માટે રોકાયા બાદ અજગરના મોઢા આગળથી નીકળી જાય છે. આ વીડિયો ઉપર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel