વ્યક્તિ દુકાનથી લઈને આવ્યો નવો સોફા, અંદરથી નીકળ્યું એવું કે પોલીસ ફફડી ઉઠી- જુઓ

સોફામાં અંદર એવું દેખાયું કે જોઈને ભલભલાનું પેન્ટ ઢીલું થઇ જાય- જુઓ અંદરની તસવીરો

ક્યારેક ઘરમાં કેટલાક એવા જીવ આવે છે જેનું નામ સાંભળીને જ આત્મા કંપી જતી હોય છે. એવું જ એક પ્રાણી છે સાપ. જ્યારે ઘરમાં રહેતા વ્યક્તિને ખબર પડે છે કે તેના ઘરમાં સાપ છુપાયેલો છે તો તેની હાલત ખરાબ થઈ જાય છે.

મોટા મોટા સાપનું નામ સાંભળતા જ તેમના શ્વાસ રોકી લે છે અને આરામથી ત્યાંથી કલ્ટી મારી લેતા હોય છે. કારણ કે તેની ફુર્તી માણસને કંઈ કરવા દેતી નથી અને ઝેરી સાપ કરડેલો વ્યક્તિ પાણી પણ માંગતો નથી. ફ્લોરિડામાં એક ઘરમાં પાંચ ફૂટનો સાપ છુપાયેલો હતો. સાપ ઘરના નવા સોફાની અંદર સંતાયેલો હતો.

જેવા માણસને ખબર પડી કે સાપ તેના નવા સોફામાં છુપાયેલો છે તેણે તરત જ મદદ માટે પોલીસને બોલાવી. તેણે પોલીસને તેના લોકેશન વિશે જાણ કરી. સાપને પકડનાર ટીમ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી. નવા સોફાની અંદર સાપ છુપાયેલો હતો. સૌપ્રથમ પોલીસની ટીમ સોફાને ઘરની બહાર લઈ ગઈ જેથી સાપ કોઈના પર હુમલો ન કરે. પોલીસે જણાવ્યું કે આ સાપ સોફાની અંદર છુપાયેલો હતો. આ પછી ટીમે સોફાને હલાવવાનું શરૂ કર્યું જેથી સાપ બહાર આવી શકે.

પરંતુ સાપ સોફાની અંદર એકદમ નીચે છુપાયેલો હતો. ક્લિયરવોટર પોલીસ વિભાગે આ બચાવની માહિતી ફેસબુક પર શેર કરી છે. આમાં તેણે સાપને બચાવતા પોલીસ અધિકારીઓની તસવીરો પણ શેર કરી છે. ત્યારબાદ આ 5 ફૂટ લાંબા સાપને બચાવ્યા બાદ પોલીસ તેને પ્રાણીની દુકાનમાં લઈ ગયા.

જેની પાસે આ સોફા હતો તેણે કહ્યું કે તેણે આ સોફા નવો ખરીદ્યો હતો. એક દિવસ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેને લાગ્યું કે તેની નીચે કોઈ સાપ છે. આ સાપને બચાવ્યા બાદ પોલીસ ટીમે તેની સાથે તસવીરો પણ ક્લિક કરી હતી. આ તસવીરો ફેસબુક પર પણ શેર કરવામાં આવી હતી. જ્યારે લોકોએ ફેસબુક પર તેની પોસ્ટ વાંચી ત્યારે તેઓએ નીચે હકારાત્મક કોમેન્ટ કરી અને મહિલા પોલીસકર્મીઓની સમગ્ર ટીમની પ્રશંસા કરી.

Patel Meet