ગ્રાહકે ફલાઇટમાં મંગાવ્યું વેજ ખાવાનું, અંદરથી નીકળ્યું મરેલા સાપનું માથું, વીડિયો થયો વાયરલ, જોઈને ચક્કર આવી જશે

છેલ્લા ઘણા સમયથી ફૂડમાં જીવાત નીકળવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે મોટાભાગના લોકો ઓનલાઇન જમવાનું ઓર્ડર કરે છે અને હોટલ દ્વારા સાવચેતી ના રાખતા ફૂડમાંથી કેટલીક વાર વંદા તો કેટલીક વાર ઉંદર પણ નીકળતા હોવાની ઘટનાઓ સામે આવી ગઈ છે, ત્યારે હાલ વધુ એક ઘટનાએ લોકોને હેરાનીમા મૂકી દીધા છે, જેમાં વેજ જમવામાં મરેલા સપનું મોઢું આવતા ચકચારી મચી ગઈ છે.

તુર્કી-જર્મન એરલાઇન કંપની ‘સન એક્સપ્રેસ’ની ફ્લાઇટના ખોરાકમાં સાપનું માથું મળી આવવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ચોંકાવનારી ઘટના તુર્કી અને જર્મની વચ્ચેની સન એક્સપ્રેસ ફ્લાઈટમાં સામે આવી છે. ખોરાકમાં સાપના માથાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાસ્તવમાં ફ્લાઈટના ક્રૂ મેમ્બર ફૂડ ખાઈ રહ્યા હતા. આ દરમિયાન બટાકાના શાકની વચ્ચેથી સાપનું માથું બહાર આવ્યું હતું.

ફ્લાઇટ કંપની સન એક્સપ્રેસે તુર્કીના મીડિયાને જણાવ્યું કે આ બિલકુલ સ્વીકાર્ય નથી. જ્યારે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સંબંધિત ખાદ્ય સપ્લાયર સાથેનો કરાર અટકાવી દેવામાં આવ્યો છે. પોતાના નિવેદનમાં એરલાઇન કંપનીએ કહ્યું, “અમે તમને જણાવવા માંગીએ છીએ કે ઇન-ફ્લાઇટ ફૂડ સર્વિસને લઈને મીડિયામાં લગાવવામાં આવેલા આરોપો બિલકુલ સ્વીકાર્ય નથી. આ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.”

તો આ મામલામાં ખાદ્ય પ્રદાતા સેનકેક ઇનફ્લાઇટ સર્વિસે કહ્યું, “અમે રસોઈ દરમિયાન કોઈ વિદેશી વસ્તુનો ઉપયોગ કર્યો નથી.” જો કે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને યુઝર્સ દ્વારા આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી રહી છે. ઘણા લોકોએ આ ઘટનાને વખોડી નાખી છે.

સનએક્સપ્રેસ કંપનીની અંકારા-ડસેલડોર્ફ ફ્લાઈટના ખોરાકમાં સાપનું માથું મળી આવ્યા બાદ ફૂડ કંપની અને એરલાઈન્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ખોરાકમાં કેટલીક વસ્તુઓમાં ફૂગ પણ હતી. આ એરલાઇનને ફૂડ સર્વિસ સેંક ઇનફ્લાઇટ નામની કંપની દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જેમની સામે આ મોટી બેદરકારી અંગે તપાસના આદેશ આપવાનું કહેવાય છે. હાલમાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફૂડ પ્રોવાઈડર કંપની સાથેનો કોન્ટ્રાક્ટ મોકૂફ રાખવામાં આવ્યો છે.

Niraj Patel