ગામડામાં નળિયા વાળા ઘરની છત ઉપર જોવા મળ્યો લાંબો સાપ, આ બહાદુર છોકરીએ એવી ચાલાકી વાપરીને પકડ્યો કે વીડિયો હેરાન કરી દેશે

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને અપને પણ હેરાન રહી જઈએ. ઘણીવાર સાપ સાથે જોડાયેલા વીડિયો પણ સામે આવતા હોય છે અને કોઈ જગ્યાએ જો ખતરનાક સાપ જોવા મળ્યો હોય તો તેને પકડવા માટે સાપ પકડનારને બોલાવવામાં આવે છે.

તમે મોટાભાગે સાપ પકડવા વાળા લોકોમાં પુરુષોને જ જોયા હશે, પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે, ઘણી છોકરીઓ પણ આ કામમાં માહેર બની ગઈ છે, ત્યારે આજે અમે તમને એક એવી જ છોકરી બતાવીશું જે સાપ પકડવાનું કામ કરે છે અને એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેમાં તેના વીડિયો જોઈને લોકો પણ મોઢામાં આંગળા નાખી દે છે.

સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો એક ગામડાનો છે, જ્યાં જુના અને નળિયાવાળા એક ઘરની છત ઉપર એક સાપ આવી ગયો છે અને તેને પકડવા માટે એક યુવતી આવે છે. આ યુવતીનું નામ છે મધુ. જે સાપ પકડવાનું કામ કરે છે, સાપ પકડવા માટે તે જે કરે છે તે ખરેખર હેરાન કરી દેનારું છે.

વીડિયોમાં જોઈ શકાય છે મધુ સાપ પકડવા માટે ઘરની છત ઉપર ચઢી જાય છે અને જેવી જ તેને સાપની પૂંછડી દેખાય છે કે તરત તેને પકડી લે છે, ધીમે ધીમે બીજા નળીયા હટાવ્યા બાદ સાપ જોવા મળે છે, વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે સાપ ખુબ જ લાંબો છે અને મધુ તેને બહાદુરીથી પકડી રાખે છે.

સાપ પકડીને મધુ તેને નીચે લઇ આવે છે. તેને સાપ પકડતા વખતે સામાન્ય ઇજા થઇ હોવાનું પણ તે વિડીયોમાં જણાવી રહી છે, પરંતુ મધુને આ રીતે સાપ પકડ જોઈને ગામના લોકો પણ હેરાન રહી ગયા છે. સાથે જ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકો મધુના આ ટેલેન્ટની પણ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel