સ્કૂલમાં દફ્તર લઈને આવી બાળકી, અંદર જોયું તો નીકળી નાગણ, બાળકોમાં મચ્યો હડકંપ, માંડ માંડ બચ્યો બાળકીનો જીવ, જુઓ વીડિયો

સાપ જોઈને ભલ ભલાની હાલત ખરાબ થઇ જતી હોય છે. ખાસ કરીને સાપ ચોમાસાના સમયમાં વધુ જોવા મળતા હોય છે અને તેમાં પણ ગામડાની અંદર સાપ વધુ જોવા મળતા હોય છે. કયારેક ઘરમાં સાપ એવી જગ્યાએ છુપાઈ ગયો હોય જે દેખાય પણ નહિ અને ક્યારેક તે ડંખ મારી લેતા માણસ મોતને પણ ભેટતો હોય છે. પરંતુ હાલ એક એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેણે સૌને હેરાન કરી દીધા છે. એક બાળકીની સ્કૂલબેગમાંથી સાપ નીકળતા ચકચારી મચી ગઈ હતી.

મધ્યપ્રદેશના દતિયામાં વિદ્યાર્થિનીની સ્કૂલ બેગમાંથી નાગણ નિકળતા હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થિની ઘરેથી શાળાએ પહોંચી હતી, બેગમાં પુસ્તક કાઢવા હાથ નાખતા જ તેણે બેગમાં સાપ જેવું કંઈક જોયું, છોકરી ડરી ગઈ અને તેણે શાળાના શિક્ષકને જાણ કરી. શિક્ષકે તરત જ વિદ્યાર્થીની બેગ લીધી અને ક્લાસની બહાર જતાં તેમાંથી બે ફૂટ લાંબી નાગણ નીકળી.

નાગણને જોઈને સ્કૂલમાં હંગામો મચી ગયો, છોકરી નસીબદાર હતી કે તેણે બેગની અંદર હાથ ન નાખ્યો. અન્યથા સાપે તેને ડંખ માર્યો હતો અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હોત. હવે દફ્તરમાંથી નાગણ નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બુધવારે બરૌની નગરની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલની જણાવવામાં આવી રહી છે. તેનો વીડિયો ગુરુવારે સામે આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મલખાન વાલા બાગમાં રહેતી 10મા ધોરણની વિદ્યાર્થીની ઉમા રજક બુધવારે સ્કૂલ પહોંચી હતી. જ્યારે તેણે ક્લાસમાં વાંચવા માટે કોપી-બુક કાઢવા માટે બેગ ખોલી તો તેમાં થોડી હિલચાલ જોવા મળી, ત્યાર બાદ તેણે બેગ આગળ ખોલી તો તેને એક સાપ દેખાયો. સાપને જોઈને બાળકી ડરી ગઈ અને તરત જ શિક્ષક વિજયશંકર સોનીને કહ્યું, શિક્ષકે શાળાથી બે કિમી દૂર જઈને બેગમાંથી સાપને બહાર કાઢ્યો અને સલામત સ્થળે છોડી દીધો.

Niraj Patel