ખાટલામાં સૂઇ રહેલી મહિલાની પીઠ પર ફેણ ફેલાવી બેઠો હતો કિંગ કોબરા, વીડિયો જોઇ ચીસ પાડી ઉઠશો

સાપ એક એવું પ્રાણી છે, જેને જોઇને લગભગ દરેક લોકોની હાલત ખરાબ થઇ જાય છે. સાપ નાનો હોય કે મોટો તેનું ઝહેર ઘણુ ખતરનાક હોય છે. માણસને સાપથી વધારે એ વાતનો ડર સતાવે છે કે જો સાપે તેને ડંખ મારી લીધો તો તેની હાલત શું થશે. સાપના નામથી લોકો કાંપી ઉઠે છે.જો તે સામે આવી જાય તો લોકોની હાલત ખરાબ થઇ જતી હોય છે. વિચારો જશા સાપ તમારા ઉપર ચઢી બેસી જાય તો તમારી શું હાલત થાય. સાપને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થતા રહે છે.

આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છો, જેમાં એક મહિલા ઝાડ નીચે સૂઇ રહી છે અને તેની પર સાપ ફેણ ફેલાવી બેઠેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મહિલા ખાટલામાં સૂઇ રહી છે અને ત્યાં બાજુમાં વાછરડું પણ જોવા મળી રહ્યુ છે. પરંતુ મહિલા પર સાપ દેખાય છે. તેણે પોતાનો હૂડ ફેલાવ્યો છે અને મહિલા કંઈક કહી રહી છે. તેના કેપ્શન પર સુશાંત નંદાએ લોકોને પૂછ્યું કે જો તમારી સાથે આવું થાય તો તમારી પ્રતિક્રિયા કેવી હશે?

આ પછી તેણે કહ્યું કે સાપ મહિલાને નુકસાન પહોંચાડ્યા વિના જતો રહ્યો. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 26 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જેવી મહિલા નિદ્રા લે છે કે, એક કોબ્રા સાપ ધીમે ધીમે તેની પીઠ પર ચઢી જાય છે. કોબ્રા શરીર પર ચઢતા જ મહિલાની આંખ ખુલી જાય છે. આ દરમિયાન મહિલા તેના શરીરને હલાવ્યા વગર ભગવાનને યાદ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ કોબ્રા અડધો મહિલાની પીઠ પર ચડ્યો છે અને અડધો હવામાં છે. આ દરમિયાન મહિલાને ખતરો સમજાઈ ગયો હતો,

પરંતુ આવી સ્થિતિમાં પણ મહિલા ધીરજપૂર્વક કોઈ હલચલ કર્યા વગર સૂઇ રહી છે. ટ્વિટર હેન્ડલથી આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે આવું થાય, ત્યારે તમારી પ્રતિક્રિયા શું હશે? જો કે, તમને જણાવી દઈએ કે સાપ થોડીવાર પછી કોઈ નુકસાન પહોંચાડ્યા વિના નીકળી ગયો હતો…’ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

Shah Jina