ખબર

ગેસ સિલેન્ડરની હોમ ડિલિવરી સાથે ફ્રીમાં આવ્યો સાપ, જોઈને બધાના હોશ ઉડી ગયા, જુઓ તસવીરો

આજના સમયમાં મોટાભાગના લોકો ઘરનો સમાન હોમ ડિલિવરી દ્વારા જ મંગાવતા હોય છે. મોટાભાગે ગેસ સિલેન્ડરની ઘરે જ હોમ ડિલિવરી પણ કરવામાં આવતી હોય છે. હરિયાણાના એક વ્યક્તિએ પણ ગેસ સિલેન્ડર ઘરે મંગાવ્યો, પરંતુ ઘરે માત્ર સિલેન્ડર નહિ પરંતુ તેની સાથે સાપ પણ ફ્રીમાં આવ્યો. જેને જોઈને બધાના હોશ ઉડી ગયા.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના ફતેહાબાદની પ્રભાકર કોલોનીમાં રહેવા વાળા એક વ્યક્તિએ ગેસ એન્જસી પાસે સિલેન્ડર મંગાવ્યો હતો. જ્યારે સિલેન્ડરની હોમ ડિલિવરી થઇ ગઈ અને સિલેન્ડરને લઈને ઘરમાં જવા માટે આગળ વધ્યા ત્યારે જ સિલેન્ડર વાંકો વાળવા ઉપર તેની અંદર સાપ જોવા મળ્યો હતો. જેને જોઈને પરિવારના લોકો ડરી ગયા હતા. તેમને સમજમાં નહોતું આવી રહ્યું કે તે શું કરે. તેમને સિલેન્ડરને ત્યાંજ છોડી દઈને સાપ પકડવા વાળાને બોલાવ્યો.

Image Source

વન્ય જીવ રક્ષક ડો. ગોપી ઘટના સ્થળે પહોંચ્યા અને સાવધાની પૂર્વક સાપને સિલેન્ડરમાંથી બહાર કાઢ્યો અને પાછો જંગલમાં છોડી મુક્યો હતો. મોટાભાગે વરસાદના વાતાવરમાં આવું જોવા મળતું હોય છે કે સાપ એમને સુરક્ષિત લાગતી જગ્યા ઉપર છુપાઈ જાય છે. આ સાપ પણ પોતાની સુરક્ષા માટે ગેસના સિલિન્ડરમાં છુપાયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.